(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.06 માર્ચ 2021, શનિવાર
જાહ્નવી કપૂર હાલ પોતાની આગામી ફિલમોની સાથેસાથે પોતાના લગ્નના વિચાર અંગે પણ ચર્ચામાં છે. હાલમાં જ જાહ્નવીએ પોતાના લગ્ન કેવા હશે તેની સ્પષ્ટતા કરી હતી.
જાહ્નવીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ ંકે, મારા લગ્નમાં હું રિયલ ઇચ્છું છું. મારા ખાસ લોકોની વચ્ચે જ મને લગ્ન કરવા છે. મને ચમક-દમકવાળા લગ્ન પસંદ નથી. મારા લગ્ન પારંપારિક રિવાજ સાથે થશે અને મને તિરુપતિના મંદિરમાં લગ્ન કરવાની ઇચ્છા છે. મારા લગ્નમાં મને સોનાના ઘરેણાં અને કાંજીવરમ સાડી પહેરવી છે. વાળમાં મારે ઘણા બધા મોગરાના ફૂલ નાખવા છે. મારો પતિ પણ આ દરમિયાન લૂંગી પહેરે એવી મારી ઇચ્છા છે.
જાહ્નવીની સોશિયલ મીડિયા પરની આ પોસ્ટને તેના પ્રશંસકો પસંદ કરી રહ્યા છે. તેમજ જાહ્નવીના વિચારોને સારા માની રહ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bjwq4p
ConversionConversion EmoticonEmoticon