
'કો ઇ પણ શિક્ષણસંસ્થામાં મોટામાં મોટો અધિકાર તો વિદ્યાર્થીઓને ભણાવવાની છૂટ, તેમના પર અસર પાડવાની તક એ જ છે. તે જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી બીજા અધિકારો મળે કે ન મળે એની દરકાર સાચા શિક્ષકોને ન હોય. શિક્ષકોએ એ પણ ન ભૂલવું જોઇએ કે દરેક દિવસ એ પોતાની લાયકાત વધારવાની એક અસાધારણ તક છે. ભણાવવામાં એક દિવસને માટે આપણે જો બેદરકાર કે નિરુત્સાહ થઇએ, વેઠ ઉતારીએ તો આપણી ઉન્નતીનો એક દિવસ આપણે ખોયો ગણવો જોઇએ.'
-કાકાસાહેબ કાલેલકર
આપણા દેશે અનેક મહાન શિક્ષકોને જન્મ આપ્યો છે અને તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લિ રાધાકૃષ્ણનનો પણ સમાવેશ થાય છે. શિક્ષણક્ષેત્રે ડો. રાધાકૃષ્ણનના અભૂતપૂર્વ યોગદાનના ગૌરવરૂપે દર વર્ષે ૫ સપ્ટેમ્બરે તેમની જયંતિને 'શિક્ષક દિન' તરીકે આપણે ત્યાં ઉજવવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણનને ૧૯૦૯થી ૧૯૪૮ એમ જીવનના ચાર દાયકા સુધી શિક્ષણના યજ્ઞાામાં પોતાનું જીવન હોમી દીધું હતું.
બ્રિટનના મશહૂર ચિંતક વિલિયમ વોર્ડનું આ સુંદર અવતરણ છે કે, 'ગૂડ ટીચર એક્સપ્લેઇન, સુપિરિયર ટીચર ડેમોસ્ટ્રેટ, ગ્રેટ ટીચર ઇન્સપાયર્ડ.' જેનો મતલબ થાય છે કે, 'સારો શિક્ષક સમજણ આપે છે. ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે છે અને મહાન શિક્ષક પ્રેરણા આપે છે...' આપણી સંસ્કૃતિમાં ગુરુને આપણે ઇશ્વરને સમકક્ષ દરજ્જો આપ્યો છે.ઈતિહાસ ગવાહ છે કે ગુરુએ વ્યક્તિઘડતરમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. ગુરુમાંથી, માસ્ટર, સાહેબ, ટીચર, મેડમ, સર, મિસ એમ સમયાંતરે શિક્ષકોના નામ બદલાતા રહે છે. પરંતુ તેમનો મહિમા અને કાર્ય યથાવત્ રહેલો છે. હજુ આજે પણ શિક્ષકના હાથમાં જ સમાજની ધુરા રહેલી છે અને આવનારા સમયમાં પણ રહેશે.
આજથી ૪ હજાર વર્ષ અગાઉ ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણનું બીજારોપણ થયું હતું. ગીતાજીમાં શ્રી કૃષ્ણએ જ્ઞાાાનને પવિત્ર ઘોષિત કરતા કહ્યું છે કે વિદ્યા જેવું બીજું કોઇ નેત્ર નથી. વાસ્તવમાં શિક્ષણ એ પ્રક્રિયા છે. જેના દ્વારા માનવશિશુ સર્વ પ્રકારે વિકસીત થઇને સમાજમાં યોગ્ય-ઉચ્ચ સ્થાન ગ્રહણ કરે છે.
વિનોબા ભાવેના મતે, 'શિક્ષક શીલવાન, પ્રજ્ઞાાાવાન, કરુણાવાન હોવો જોઇએ. શીલવાન સાધુ હોય છે, પ્રજ્ઞાાાવાન જ્ઞાાની હોય, કરુણા માં હોય છે જ્યારે શિક્ષકોમાં આ ત્રણેય ગુણ હોવા અનિવાર્ય છે. ' ગુરુ અને શિક્ષકોની વાત કરતા હોઇએ તો ચાણક્યને કેમ ભૂલી શકાય જેમણે શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને નીતિ-અનીતિ, બુદ્ધિ, શક્તિના પાઠ શીખવ્યા હતા. રામકૃષ્ણ પરમહંસનું નામ પણ ગુરુ તરીકે અમર છે.
નરેન્દ્ર નામનો એક છોકરો ભગવાનની શોધમાં ઠેર-ઠેર ભટકતો અને દરેકને એક જ સવાલ પૂછતો કે, 'તમે ઇશ્વરને જોયા છે?' પરંતુ ક્યાંયથી સંતોષકારક ઉત્તર મળતો નહોતો. છેવટે રામકૃષ્ણ પરમંહસ સાથે મેળાપ થયો જેમણે નરેન્દ્રના મનની અટકળોનું સમાધાન કર્યું. રામકૃષ્ણ પરમહંસે આપેલા જ્ઞાાાનથી નરેન્દ્રે ભારતવર્ષમાં જ નહીં સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદ તરીકે ખ્યાતિ મેળવી. રામકૃષ્ણ પરમહંસે એક દિવસ સ્વામી વિવેકાનંદને કહ્યું કે, 'આજે હું તને મારું સર્વસ્વ આપી દઉં છું.
મારી સર્વ સાધના તારામાં ઠાલવી દઉં છું....' પોતે મેળવેલું સર્વકાંઇ શિક્ષણને અર્પણ કરી દઇને જ ગુરુ અમર બને છે. કિંગ બનવા કરતા કિંગમેકર જે બનાવે તે શિક્ષક ઈતિહાસમાં અમરપટો મેળવી લે છે અને એટલે જ સમ્રાટ ચંદ્રગુપ્ત કરતા તેમના ગુરુ ચાણક્યને આજે વધુ યાદ કરવામાં આવે છે. વિશ્વભરમાં જે પણ લોકો પ્રખ્યાત થયા છે તેમાં તેમના શિક્ષકોની ભૂમિકા મહત્વની રહી છે. જેવી રીતે એક શિલ્પી પથ્થરને કોતરીને શિલ્પ બનાવે છે, તેમ શિક્ષક માનવીને તરાશીને તેમાંથી મહાપુરુષ બનાવે છે.
ઇટાલીમાં નાનકડી છોકરી અભ્યાસમાં સાવ સાધારણ. દરરોજ તેને શિક્ષકો પાસેથી મેથીપાક મળે. છોકરી દરરોજના ઠપકાથી ડરી ગઇ અને એ વર્ષે પરીક્ષામાં ફેઇલ થઇ. એ જ ધોરણમાં નવા વર્ષે નવા શિક્ષક આવ્યા જેમણે એના માથે હાથ ફેરવીને ભણવાનું યાદ રાખવાની પદ્ધતિ સમજાવી. આ છોકરી આગળ જતા ડોક્ટર બની અને જેને આપણે મારિયા મોન્ટેસોરી તરીકે ઓળખવામાં આવે છે.આજે તેમના નામથી મોન્ટેસોરી એજ્યુકેશન પ્રખ્યાત છે.
આપણા દેશમાં ૧૯૬૨ના વર્ષથી 'શિક્ષક દિવસ' ઉજવવામાં આવે છે. જેમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બને છે. હા, ઉજવણીની આ પદ્ધતિ રસપ્રદ ખરી પણ હવે તેમાં સમય સાથે પરિવર્તન લાવવાનો સમય આવી ગયો છે. હકીકતમાં તો હવે વિદ્યાર્થીઓ જ શિક્ષકની મૂલવણી કરે તેમની અભ્યાસ કરાવવાની શૈલીને ગુણ આપે તે પ્રકારે ઉજવણીનું આયોજન થવું જોઇએ. હાલ કોરોનાને પગલે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. તેવામાં શિક્ષકોની ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા યોજાય જેનું સંચાલન હોશિયાર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે તો કેવું રહેશે?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QLnjyq
ConversionConversion EmoticonEmoticon