(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.06 માર્ચ 2021, શનિવાર
ફિલ્મ રામ-લખનની લોકપ્રિય જોડી ફરી રૂપેરી પડદે સાથે દેખાય તેવી શક્યતા છે. કહેવાય છે કે, રામ લખન પાર્ટ ટુની તૈયારી કરવામાં આવી રહી છે.
જો બધુ સમુસૂથરુ ંપાર પડશે તો ૨૦ વરસ પછી આ જોડી ફરી સિલ્વર સ્ક્રિન પર સાથે જોવા મળશે. અનિલ કપૂરે પોતાના રમૂજી અંદાજમાં પ્રશંસકોને સોશિયલ મીડિયા પર હિન્ટ પણ આપી છે. તેમણે જેકી સાથેની એક તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે, ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.
અનિલે પોતાના રમૂજી અંદાજમાં શેર કર્યું છે કે,, બિનદાસભીડુનું કહેવું છે કે, હું તને ફરીથી ૧૬-૧૭ થપ્પડ મારવાનો છું. અનિલે આ સાથે એક તસવીર શેર કરી છે, જેમાં લખ્યું છે કે, બિનદાસભીડુને કહું છું કે જલદી જ ફિલ્મ આવશે.સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે બન્ને અભિનેતાઓ ૨૦૦૧માં ફિલ્મ લજ્જામાં સાથે જોવા મળ્યા હતા. હવે રામ લખન પાર્ટ ટુ શરૂ થવાના સંકેત આવી રહ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c5Qmah
ConversionConversion EmoticonEmoticon