શું વિટામિન ‘ડી’ ની ઉણપ ધરાવતા લોકો માટે કોરોના જીવલેણ સાબીત થાય છે?

ન્યૂયોર્ક, 13 મે, 2020, બુધવાર 

વિટામિન ડી ની ખામી ધરાવતા લોકોને બીજાની સરખામણીમાં કોરોના વાયરસ વધારે જીવલેણ સાબીત થાય છે એવો અમેરિકાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. આ માટે દુનિયા ભરમાં કોરોના વાયરસથી મોતને ભેટલી કેટલીક વ્યકિતઓનો ડેટાનું વિશ્વલેષણ કરવામાં આવ્યું હતું. અમેરિકાની નોર્થવેસ્ટર્ન યૂનિવર્સિટીના એક રિસર્ચમાં અમેરિકા ઉપરાંત ચીન, ફ્રાંસ, જર્મની, ઇરાન, દક્ષિણ કોરિયા, સ્પેન અને બ્રિટનના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધકોની ટીમના પ્રોફેસર વાદિમ બેકમેન અને તેમની ટીમ કોરોના વાયરસ દરમિયાન દરમિયાન વિશ્વની હેલ્થ કેર સિસ્ટમ પર તુલનાત્મક સંશોધન કરવા ઇચ્છતા હતા. તેઓ કોરોનાથી તથા મૃત્યુદરને ટેસ્ટની સંખ્યા અને દેશના સરેરાશ આયુષ્ય સાથે જોડવા સાથે સંમત ન હતા. બેકમેન કહે છે આમાંથી કોઇ કારણ મહત્વનું જણાતું નથી. 


ઉત્તર ઇટલીનું હેલ્થકેર સિસ્ટમ દુનિયાના સૌથી ગુણવત્તાવાળું ગણાય છે. એક જ ઉંમરના લોકોના મુત્યુદરમાં પણ ઘણો તફાવત જોવા મળ્યો હતો. એક સરખા કોરોના ટેસ્ટ કર્યા હોય એવા દેશોના મુત્યુદરના આંકડાનો પણ અભ્યાસ કર્યો જેમાં વિટામિન ‘ડી’ ની ઉણપ સાથેનો સંબંધ સ્પષ્ટ જણાઇ આવતો હતો. વિટામિન ડી ના પ્રમાણ અને સાઇટોકાઇનને સીધો સંબંધ જોવા મળ્યો હતો. સાઇટોટાઇન સૂક્ષ્મ પ્રોટીનોનું એક એવું ગ્રુપ છે જેનો કોશિકાઓ સંકેત આપવા માટે ઉપયોગમાં લે છે. જો સાઇટોકાઇનથી ઇમ્યૂન સિસ્ટમ ઓવર રિએકશન કરે તો પણ આ સ્થિતિ જીવલેણ સાબીત થાય છે. 

કોરોના વાયરસના ઘણા બધા કેસમાં દર્દીના મોત ઇમ્યૂન સિસ્ટમના ઓવર રિએકશનથી થયા છે. નોર્થવેસ્ટર્ન યૂનિવર્સિટીના સંશોધકના જણાવ્યા અનુસાર વિટામિન ડી ની ખામીથી ખૂબ સાઇટોકાઇનનો સ્ત્રાવ જોવા મળ્યો હતો. સાઇટોકાઇનનું વધવાથી ફેફસાને ખૂબ નુકસાન થાય છે એટલું જ નહી ઘાતક રેસ્પેરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમને ઉત્તેજના આપી શકે છે. કોવિડ-19ના મોટા ભાગના દર્દીઓના મોત આ રીતે જ થયા છે.

વાયરસે ખુદ ફેફસામાં વધારે નુકસાન પહોંચાડયું નથી આથી વિટામીન ડી માત્ર ઇમ્યૂન સિસ્ટમને સારી રાખે છે એટલું જ નહી તેને ઓવર રિએકટ કરતા પણ રોકે છે. વિટામિન ડી નો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે આ ઉપરાંત દૂધ અને દૂધ ઉત્પાદનો અને માછલીમાં સારા પ્રમાણમાં હોય છે, આમ નોર્થ વેસ્ટર્ન યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોના મત મુજબ વિટામિન ડી અને મુત્યુદરના સંબંધ અંગે દુનિયામાં વધુ સંશોધનો થતા રહેશે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LrodNL
Previous
Next Post »