આત્મિક સત્ય સ્વરૂપ પ્રેમ અને ભક્તિ


મા નવ જીવનમાં આત્મિક સત્ય, આત્મિક સત્યાચરણ, આત્મિક પ્રેમ, આત્મિક ભક્તિ અને આત્મિક શ્રદ્ધા જ માનવ જીવનની સર્વોપરી સામર્થ્યના રૂપમાં સમજવામાં આવે છે. આ પાંચનું અનુસરણ જ ભક્તનું સમગ્રતા પૂર્વક આધ્યાત્મિક રીતે પરિવર્તિત કરીને ભક્તને આત્મ સાક્ષાત્કાર અને આત્મજ્ઞાાન સુધી પહોંચાડે છે.ળ

આવી આંતરિક સાધનાની ભક્તિની સિધ્ધિ તે છે, શાશ્વત સાથે એક થઈ જવું. આજ સત્ય સ્વરૂપ ભક્તિનો ઉદ્દેશ છે, બીજો ભક્તિનો કશો પણ ઉદ્દેશ નથી.

આમ અધ્યાત્મના માર્ગ અને આંતરિક ભક્તિના માર્ગ દ્વારા શાશ્વત સાથે એક થવું, એટલે કે ભક્તની પોતાની સત તામાં, ચેતનામાં, શક્તિમાં અને પરમ શાંતિ અને આનંદમાં પરમાત્મા સાથે એકતા કરવી. આપણો આત્મા જ આનંદ સ્વરૂપ છે. તે જ પરમાત્મા સ્વરૂપ છે તેની સાથે એકતા કરવી, એટલે કે ભક્તના પોતાના જ સ્વસ્વરૂપમાં જ ભક્તે સ્થિર થવાનું છે.

એટલે કે અનંતના ચાર સ્વરૂપોમાં સત્, ચિત્ત, શક્તિ અને આનંદ, આ વિશ્વમાં જે કાંઈ છે, તે સઘળાનો સમાવેશ આ ચારમાં થઈ જાય છે. કારણ કે સઘળુ એ ચાર તત્વોના પરિણામરૂપ કાર્યરૂપ જ છે.

આમ શાશ્વત સાથે અધ્યાત્મ માર્ગ દ્વારા અને આંતર ભક્તિ દ્વારા એક થવું એટલે શાશ્વતમાં ભક્તે જીવન ધારણ કરવું એટલે કે સ્વ સ્વરૂપમાં જ સ્થિર થઈને જીવવું પછી પોતાનું કશું જ આ દુનિયામાં નથી, તેવા અનાસક્ત, અલિપ્ત, અસંગ અંતરના, ભાવમાં સ્થિર થવું, અને શાશ્વતમાંથી શાશ્વતની સન્નીધીમાં અને એની જ અનંત પ્રકૃતિમાં સાયુજ્ય, સલોક્ય સામીપ્ય અને સદ્રશ્ય સહિત જીવન ધારણ કરવું એ ચારે એકઠા મળીને અસ્તિત્વનો એક જ પ્રકાર અને એક જ પૂર્ણતા બને છે. પૂર્ણતા એટલે જ ભક્તનું સ્વ સ્વરૂપમાં સ્થિરતા છે.

આમ ભક્તે શાશ્વતમાં જીવન જીવવું અને સમગ્ર જીવન ગાળવું એજ ભક્તનું સત્ય સ્વરૂપ જીવન છે, જે કોઈ શાશ્વતની સત તામાં પરમ ચેતનામાં, સ ચેતન જાગૃત થઈને ભક્ત શાંત ચિત્તે વસે છે. આવા ભક્તમાં શાશ્વતની પરમ ચેતનાની સચેતન સંન્નીધિ પણ નિરંતર વાસ કરે છે, જે ભક્તના આખા જીવનને પ્રકાશમય બનાવી દે છે.

જ્યારે ભક્ત પરમાત્મામાં એટલે કે સ્વસ્વરૂપમાં જીવન ધારણ કરે છે અને પરમાત્મા સ્વરૂપ થઈને કર્તૃત્વ રહિત થઈને કર્મ કરે છે, ત્યારે જ પરમાત્મા પણ ભક્તના જીવનને ધારણ કરે છે, અને ભક્તમાં જ તે ગતિ અને કર્મ કરે છે. આ છે આત્મિક ભક્તિનું સુફળ જે અમૃત મય જીવનમાં સ્થિર કરે છે આ છે પ્રેમ રૂપા શુધ્ધ આંતર ભક્તિનું ફળ.

- તત્વચિંતક વી. પટેલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WDO4rA
Previous
Next Post »