
નડિયાદ : કઠલાલના ખલાલમાં ત્રણ વ્યક્તિઓએ કોઇ અગમ્ય કારણોસર વખ ઘોળી જીવન ટુકાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બનાવમાં એક બાળકનુ મૃત્યુ નિપજયુ છે. આ બનાવ અંગે કઠલાલ પોલીસે એ.ડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર કઠલાલ તાલુકાના ખલાલ ચેકપોસ્ટ પાસે પાસે શુક્રવારની ઢળતી સાંજે એક મહિલા,એક પુરુષ અને બે વર્ષના બાળકે સામૂહિક કોઇ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.જો કે આ બનાવની જાણ આસપાસના નાગરિકોને થતા તાત્કાલિક સ્થળ પર પહોચી કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં નિખીલ નવઘણભાઇ વાટકીયા ઉં.૨ નુ મૃત્યુ નિપજયુ હતુ. જ્યારે ચક્ષુબેન ઉં.૧૮ અને નવઘણભાઇ ઉં.૩૫ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે કઠલાલ પોલીસે એ.ડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dsgbTS
ConversionConversion EmoticonEmoticon