(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.06 માર્ચ 2021, શનિવાર
બોલીવૂડના જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તી પણ રાજકારણનો હિસ્સો બની ગયો છે. તે સાત માર્ચમાં ભારતીય જનતા પક્ષમાં સામેલ થવાનો છે. તેમજ બંગાળની વડાપ્રધાનની રેલીમાં હાજર રહેવાનો છે.
મિથુન બંગાળમાં લોકપ્રિય કલાકાર હોવાથી તેની લોકપ્રિયતાનો લાભ લેવાની તૈયારી થઇ રહી છે. જોકે આ પહેલા પણ મિથુન ચક્રવર્તી રાજ્યસભાનો સદસ્ય રહી ચુક્યો છે. મમતા દીદીની પાર્ટી ટીએમસીએ તેને રાજ્યસભામાં મોકલ્યો હતો. એપ્રિલ ૨૦૧૪થી ડિસેમ્બર ૨૦૧૬ સુધી મિથુન રાજ્યસભાનો મેમ્બર હતો. મિથુનને તૃણમૂલ ક્રોંગ્રેસે રાજ્યસભાનો સાસંદ પણ બનાવ્યો હતો. પરંતુ ૨૦૧૬માં મિથુને રાજીનામુ આપીને રાજકારણમાંથી સંન્યાસ લઇ લીધો હતો. જોકે ત્યારે મિથુને તબિયત સારી ન રહેતી હોવાનું કારણ આગળ ધરીને રાજકારણ છોડી દીધું હતું.
મિથુન ૮૦ના દાયકાનો હિંદી ફિલ્મોનો સુપરસ્ટાર છે. તેના નૃત્ય પર તેના પ્રશંસકો ઝૂમતા હતા. તેણે બોલીવૂડમાં અનેક હિટ ફિલ્મો આપી છે. તે છેલ્લા ૪૦ વરસોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cc8csb
ConversionConversion EmoticonEmoticon