સંપૂર્ણ દિલથી આંતર સાધનાનું ફળ જ્ઞાાન


મા નવ જીવનમાં જ્ઞાાન જેવી પવિત્ર અને શુધ્ધ ચીજ કોઈ જ નથી. આવા જ્ઞાાનની પ્રાપ્તિ માત્રને માત્ર આત્મિક સત્યમાં અને પોતાની પરમ ચેતનામાં જાગૃતતા પૂર્વક સાચા દિલની સર્વ અને પૂર્ણ અંતરની અભિપ્સા સાથે જ્યારે આંતર સાધનામાં ઉતરવામાં આવે છે અને જ્યારે પૂર્ણ રૂપે સત્યાચારમાં સ્થિર થઈએ છીએ, ને શાંત ચિત્તે સ્વસ્થતાપૂર્વક નિયમિત અને નિયત સમયે, નિયત સમય માટે ધ્યાનથી આંતર સાધના લાંબો સમય એકાગ્ર ચિત્ત કરીએ છીએ.

જો તમે દિલથી સત્ય સ્વરૂપ હશો, અને શુધ્ધ ચિત્તથી આંતરિક સાધના સ્વસ્થ ચિત્તે કરતાં હશો તો તમારું આમૂલ પરિવર્તન ધીરે ધીરે થઈ જશે, આજ તમારો જીવનનો વિકાસ સાબિત થશે.

જીવનમાં પરિવર્તન એકી સાથે એકી સપાટે કોઈપણ માણસ પરિવર્તિત કરી શકતો નથી, તે તદ્દન ધીમી પ્રક્રિયા છે, જેમાં અનેક ઉતાર અને ચડાવ અંતરમાંથી આવે છે.

ધ્યાનની સાધનામાં અને તેના પછી પણ જો સાચા હૃદયથી પરિવર્તન થવાની અભિપ્સા નિરંતર સેવેલ હશે, અને પોતાના ઋજુ સંકલ્પ શક્તિ વડે તે પોતાના જ આત્માની અલૌકિક શક્તિની સહાયથી નિરંતર પરમાત્માને અંતરથી પ્રાર્થના કરી હશે તો ધીમે ધીમે પોતાની પરમ ચેતનામાં સ્થિર થવાય છે અને પોતાનું ધીરે ધીરે અજ્ઞાાનતામાંથી બહાર નીકળી જઈ પરિવર્તીત કરી જ શકાય. આ છે આત્મિક રીતે પરિવર્તિત થવાની પ્રક્રિયા છે આમ પરિવર્તિત થવું છે.

આમ સંપૂર્ણપણે સાચા દિલના આ થવું, આત્મિક સત્યાચરણમાં સ્થિર થવું, કેવળ ને કેવળ સત્યને માટે જ શુધ્ધ ચિત્તથી કામના કરવી અને ચિત્તને સત્યમાં નિરંતર સ્થિર રાખવું અને જાતને પરમ તત્વ પરમાત્માને વધારે ને વધારે ઘનિષ્ઠતાપૂર્વક સમર્પિત કરવી અને પરમ તત્વની શરણાગતિનો સ્વીકાર કરવો અને આ એક માત્ર અભિપ્સા સિવાયની બધી જ સર્વ અંગત કામનાઓ, વાસનાઓ, માગણીઓ, ઈચ્છાઓ, તૃષ્ણાઓ વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરવો અને આંતરિક રીતે શુધ્ધ થઈને રહેવું.

જીવનના એક એક કાર્ય પરમાત્માને અર્પણ કરવા અને તેના ફળ પણ તેમના ચરણોમાં ધરી દેવા, આમ આપણા અહંકાર, રાગદ્વેષ વગેરેને વચમાં લાવ્યા વિના કર્તૃત્વ રીતે થઈને અનાસક્ત ભાવમાં સ્થિર થઈને જીવનભર કર્મો કર્યા જ કરવા. આ જ દિવ્ય જીવનનો પાયો છે.

આ પાયા ઉપર જ જ્ઞાાનનું વૃક્ષ ફાલે છે, ફૂલે છે ને આ જીવનમાં જ પરમ શાંતિ અને આનંદ જીવનમાંથી જ ઉપલબ્ધ થાય છે. એ જ જીવનનું સુફળ છે, જ્ઞાાન અને જ્ઞાાન એ જ મુક્તિ છે, એ જ કેવલ્ય છે, એ જ નિર્વાણ છે, એ જ બુજાય જવું છે, ચાલો આપણે આંતર ધ્યાનમાં ઉતરીએ ત્યાં જ મુક્તિ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37KJzld
Previous
Next Post »