અમૃત વાણી .


* અઢળક પૈસો, ખૂબ જલદીથી પૈસો અને કોઈ પણ રીતે પૈસો મેળવવો એ દુઃખનું કારણ બને છે.

* કોઈ કાર્યમાં સફળ ન થવું એ નિષ્ફળતા નથી પરંતુ સફળતા માટે પ્રયત્ન ન કરવો એ નિષ્ફળતા છે.

* લોઢામાથી પેદા થતો કાટ ધીરે ધીરે લોઢાને જ ભરખી જાય છે તેવી રીતે સ્વછંદી માણસના દુષ્કર્મો તેને જ ભરખી જાય છે.

* આપણે ભગવાનને આપણા દુઃખો અને ચિંતાઓના પોટલા ઉચક નારો કુલી બનાવવાની કલ્પના કેવી રીતે કરી શકીએ ?

* અપશુકન એટલે ઢીલુ મન કામ ન કરવાની ઊંડાણમાં પડેલી મનોદશા બહાનું ઊભુ કરવાની આવડત અને નિષ્ફળતાને બીજાના નામે ચડાવી દેવાની માણસની પ્રપંચ બાજી.

* મનનો રોગ આધિ, તનનો રોગ વ્યાધી અને પદનો રોગ ઉપાધિ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેની દવા સમાધિ છે.

* જીવનમાં ન ભૂલવા જેવી બે ચિજ એક પરમાત્મા અને બીજું આપણું મૃત્યું.

* ઇશ્વર જેને સજા કરવા ઇચ્છે છે એના મનમાં અહંકારની આંધી જન્માવી વિવેકના દિવાને બુઝાવી નાખે છે.

* દુનિયામાં તમારું પોતાનું કાંઈ નથી, જે કાંઈ છે તે અમાનત છે. દીકરો વહુની અનામત, દીકરી જમાઈની, શરીર સ્મશાનની અને જિંદગી મોતની અમાનત છે.

* સંસ્કારો એ જીવન ઇમારતના સ્તંભો છે.

* લક્ષ્ય વગરની મુસાફરી રઝળપાટ બની શકે યાત્રા નહિ.

* સંબંધોમાં જ્યારથી અધિકારભાવ પ્રવેશે ત્યારથી ધિક્કાર ભાવની શરૂઆત થાય છે.

* કેટલા આશ્ચર્યની વાત છે લોકો જિંદગી વધારવા માગે છે પણ સુધારવા નથી માગતા.

* અભિમાન વધવા લાગે ત્યારે સમજી લેવું કે પતનના માઈલસ્ટોન પાસે પહોંચી ગયા છો.

* આપનો એ ખ્યાલ ખોટો છે. અરજી પણ તમારી અને મરજી પણ તમારી પછી ઇશ્વરને કરવા જેવું રહ્યું શું ?

* ન લાગતી હોય તો ભૂખ લાગી શકે એવો ભોજન થાળ આ દુનિયામાં હજુ બન્યો નથી.

* ધર્મ, અર્થ ,કામ અને મોક્ષ એ ચારમાંથી એક પણ પુરુષાર્થ જેના જીવનમાં નથી તેનું જીવન બકરીના ગળાના આંચળ જેવું વ્યર્થ છે.

* પાપ કરવું ભલે મરજિયાત હોય પણ પાપનું ફળ ભોગવવું ફરજિયાત છે.

* સદ્ગુરુ રૂપ નહિ સ્વરૂપ બતાવે છે.

* ફક્ત ચાલવાથી જ પ્રગતિ થતી નથી દિશા પણ જોવી પડે છે.

* ઇશ્વરને માપવા એટલે તેની પરીક્ષા લેવી. તે આકાશને ચાદર ઓઢાડવા બરાબર છે.

* કર્મ કેટલા સમયમાં ભોગવાઈ જવાશે તે અનુસાર તેના આયુષ્યનું નિર્ધારણ થાય છે.

- હરસુખલાલ સી. વ્યાસ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38LVfnl
Previous
Next Post »