''સ્વામી વિવેકાનંદજી''


તારીખ હતી ૨૩મી ઓક્ટોબર સને ૧૯૦૦. પશ્ચિમની બીજી મુસાફરી દરમિયાન આ દિવસે સ્વામીજી પેરીસમાં હતા. આ સમય દરમિયાન પારીસમાં વિરાટ 'પારીસ પ્રદર્શન' હોવાથી શિક્ષિત જગતનું કેન્દ્ર બન્યું હતું. જગતના દેશદેશમાંથી અનેક જાણીતા શ્રેષ્ઠ બુદ્ધિશાળી સજ્જનો ભેગા થયા  હતા. તા. ૨૩મી ઓક્ટોબરે પ્રારંભ હતો. આજે જે સદ્ભાગી વ્યક્તિનું નામ રણકશે તે રણકારથી તેનો દેશ પણ ગૌરવવંતો બનવાનો હતો. સ્વામીજી પણ તે વખતે ત્યાં હાજર હતા. સ્વામીજી વિચારતા હતા કે...''જ્યાં ફ્રેન્ચો, અંગ્રેજો, ઇટાલિયનો અને બીજા પંડિતો ઊભરાયા છે ત્યાં ઓ મારી માતૃભૂમિ ! તારુ નામ અહીં ઉચ્ચારાય તો ધન્યભાગ્ય..ધન્યઘડી...! તારું અસ્તિત્વ અહીં જાહેર થશે ?''

ને...બન્યું એવું કે આ ગોરા બુદ્ધિશાળીઓના ભરચક સમુદાયમાંથી માતૃભૂમિને તથા બંગાળના નામને પ્રસિદ્ધ કરવા, એક બાહોશ યુવાન વીર આગળ આવ્યો. તે હતાં, ભારતવર્ષના વિશ્વવિખ્યાત વિજ્ઞાાનશાસ્ત્રી, ડો. સર જે.સી. બોઝ. આ યુવાન બંગાળી ભૌતિકશાસ્ત્રીએ પોતાની ભવ્ય પ્રતિભાથી વીજળીવેગે પાશ્ચાત્ય શ્રોતામંડળને મંત્રમુગ્ધ બનાવી દીધું. અને આપણી માતૃભૂમિના મૃતપાય શરીરમાં તે વિદ્યુત પ્રવાહે નવજીવનનો ધબકાર આણ્યો. માતૃભૂમિ ભારતની આ ગૌરવગાથાને વિશ્વના વિખ્યાત બુદ્ધિશાળીઓને વધાવતા જોઈ સ્વામીજીના આનંદનો પાર ન રહ્યો. ''યુરોપના પ્રવાસનું વર્ણન'' આ લેખમાં આ ગૌરવવંતા પ્રસંગની વાત સ્વામીજીએ આનંદભેર બિરદાવી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mIzQQF
Previous
Next Post »