શ્રમિકો માટે સોનુનો સેવાયજ્ઞા અવિરત


કોવિદ-૧૯ની કટોકટીને લીધે અમલમાં મુકાયેલા લોકડાઉનને કારણે પરિવારજનોથી વેરવિખેર થઈ ગયેલા સ્થળાંતરિત મજૂરોને તેમના પરિવારની નિકટ પહોંચાડવામાં, વતન મોકલવામાં અભિનેતા સોનુ સુદે જે કાર્ય કર્યું છે, તેની ઠેરઠેર પ્રશંસા થઈ રહી છે અને તેના કાર્યને આવકારવામાં આવી રહ્યું છે. આ કલાકારે આ પુણ્યનું કાર્ય માત્ર મહારાષ્ટ્ર પૂરતું જ મર્યાદિત નથી રાખ્યું, પણ દેશમાં જ્યાં જરૂર પડી ત્યાં તેણે સેવાનો અનોખો ભેખ ધર્યો છે અને દેશભરમાં પ્રશંસા મેળવી છે.

'પહેલે દિવસે લોકોથી ભરાઈનો બસો કર્ણાટક રવાના થઈ ત્યારથી મારો ફોન સતત રણકી જ રહ્યો છે. મારા અનેક કોલ અને મેસેજિસ મિસ થઈ ગયા છે તેથી મેં ટોલ-ફ્રી નંબર પણ શરૂ કર્યો, એ પણ ફોનના પૂરથી છલકાઈ ગયો. આમ છતાંય વેઇટિંગ લિસ્ટમાં ૭૦ હજારથી વધુ લોકો હજુય છે, જેમણે પોતાના વતન જવું છે અને બીજા અનેક જણા અમારો સંપર્ક કરી રહ્યા હશે,દ એમ કહે છે સોનુ સુદ. હજુ થોડા દિવસ પહેલાં જ તેણે કેરળમાં ફસાઈ પડેલી ૧૭૭ નિરાશ્રિતોને ચાર્ટર્ડ પ્લેન કરીને પાછા ઓડિશા તેમના વતનમાં પહોંચાડયા. હવે તેણે ત્રણ ટ્રેનો બુક કરી સ્થળાતરિત શ્રમિકોને મુંબઈથી તેમના ઉત્તર પ્રદેશ અને બિહારમાં આવેલા ઘરે રવાના કર્યા છે.

૪૬ વર્ષનો સોનુ સુદ સ્પષ્ટતા કરે છે કે ટ્રેન અને વિમાનમાં વધુ લોકોને તેમના વતન મોકલી શકાય છે. 'બસોનો રૂટ લાંબો પડે છે અને દરેક રાજ્ય પસાર કરતાં તેમને પરમિશનની જરૂર રહે છે. ઈતને સાલોં સે દોસ્તી હી તો કમાઈ હૈ મૈંને, વહી અભી મેરા સાથ દે રહી હૈ, એમ સોનુ ઉમેરે છે.

તેના પર અને તેના પરિવરજનોનાં અરોગ્ય પર આ એક મોટું જોખમ છે. સોનુ દરરોજ ઘરની બહાર નીકળી પડે છે, જેથી બધું કામ સમુસૂતરું સરળતાથી પાર પડે. 'બધું કામ વ્યવસ્થા મુજબ થઈ રહ્યું છે ને એ ચેક કરવા જ મારે દરરોજ ઘર બહાર જવાની જરૂર રહે છે. હું અધકચરા પ્રયત્નોમાં માનતો નથી,દ એમ 'સિમ્બાદ (૨૦૧૮)નો આ કલાકાર કહે છે. તેણે ચેરિટીઝમાં પણ ઘણું દાન કર્યું છે. તેણે તેની જૂહુ હોટેલ પણ હેલ્થકેર સાથે સંકળાયેલા માટે ફાળવી છે અને રમઝાન દરમિયાન ૨૫ હજાર સ્થળાંતરિત મજૂરોને ભોજન પૂર પાડયું છે. એમાં કોઈ શંકા નથી, પણ તેણે અગણિત લોકોનો પ્રેમ જીત્યો છે. અરે, એક શ્રમિકે તો તેના પુત્રનું નામ તેના નામ પરથી રાખ્યું છે. 'તેમના મુખ પરના હાસ્યથી મારુન હૃદય ઉભરાઈ ગયું, એ થકી જ હું એવું માનવા લાગ્યો કે મારા જીવનના ઉદ્દેશ માટે હું આ સેવા કરી રહ્યો છું,દ એમ તેણે કહ્યું.

તાજેતરમાં જ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સોનુ સુદને અભિનંદન આપ્યા અને તેની તમામ મદદ માટે આભાર માન્યો.

શું કોઈએ તમને નાણાકીય મદદ કરી છે?થ 'પ્રારંભમાં હું મારી રીતે બધું કરતો હતો, પણ હવે મારા નિકટના ઘણા બધા લોકો અને ફિલ્મઉદ્યોગના બહારના લોકો મદદ માટે આગળ આવ્યા છે. કેટલાકે બસ સ્પોન્સર્ડ કરી છે, તો કેટલાકે શ્રમિકો માટે ટિકિટ બુક કરાવી છે. ફારાહ ખાને (કોરિયોગ્રાફર-ફિલ્મસર્જક) પીવાનું પાણી પૂરું પાડયું છે. હવે આ એક ચળવળ બની ગઈ છે,દ એમ સોનુએ જણાવ્યું.

જોકે, આજે પણ સોનુનો આ સેવાયજ્ઞા અટક્યો નથી, અવિરત ચાલુ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dfqJlZ
Previous
Next Post »