હોલીવુડમાં પ્રવર્તતો લિંગભેદ, રંગભેદ બીયોન્સને પસંદ નથી


બીયોન્સ હોલીવુડનું એક કદાવર નામ છે. એ જાણીતી અભિનેત્રી, નૃત્યાંગના, સિંગર અને ડાન્સર છે. પરંતુ એને એક ફરિયાદ છે લિંગભેદની .એ માને છે કે હોલીવુડમાં સ્ત્રીઓની સાથે આજે પણ ભેદભાવ થાય છે.

એ માને છે કે આ પક્ષપાતી વલણ માત્ર ફિલ્મો પૂરતું મર્યાદિત નથી. સમગ્ર મનોરંજન ઉદ્યોગમાં  સ્ત્રીઓ સાથે અન્યાય થાય છે. અને અશ્વેતોને તો ગણનામાં જ લેવામાં નથી આવતા.

બીયોન્સને પોતાના લેબલ માટે, પ્રોડક્શન હાઉસ હેઠળ બનતી ફિલ્મો ડિરેક્ટ કરવા, એની કળાને વિસ્તારવા માટે સતત મળતા મેનેજરની જરૂર પડે છે. પરંતુ એને શોધે નથી જડતી. એનું કારણ છે મહિનાઓ આ ક્ષેત્રમાં આવતી જ નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30XoNvB
Previous
Next Post »