રીની બાર્ગનું નામ બ્રાડ પીટ્ટ સાથે જોડાયુ:


બ્રાડયિટ્ટ એન્જેલિના જોલી, જિફર એનિસ્ટન અને ગ્વેન્થ પેલ્ટ્રોવ સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે

રીની બાર્ગ હાલમાં હોલીવુડની મોસ્ટ ડીઝાયરેબલ વુમન છે. એમ સંભળાયું હતું કે એ ટોમ ક્ઝ સાતે રિલેશનશિપમાં હતી. જો કે એ વાતને બે વરસ થઇ ચૂક્યા છે. હવે  બ્રાડ પિટ્ટ સાથે રિલેશનશિપમાં છે એવી ચર્ચા ઉફાન પર છે. બ્રાડ પિટ્ટ ૫૬નો છે અને રીની માત્ર ૩૩ વરસની છે. બ્રાડ પિટ્ટનું નામ અગાઉ એન્જેલિના જોલી, જેનિફર એનિસ્ટન અને ગ્વેન્થ પેલ્ટ્રોવ સાથે સંકલાયું છે. અને એ તબક્કે કોઇ પણ પાર્ટીએ આ સંબંધની ચર્ચાનો વિરોધ પણ નદતો કર્યો. જો કે બંને જાહેરમાં દેખાયા નથી અને બ્રાડ પિટ્ટે વારંવાર એવા સંકેત આપ્યા છે કે એ રીનીને ડેટ પર લઇ જવા માગે છે. જો કે લગભગ એક વરસથી બંને વચ્ચે કેમિસ્ટ્રીની ચાહકોએ નોંધ લીધી છે. બંને જાહેરમાં નદતો પ્રણયના ફાગ ખેલે છે, નદતો એકરાર કરે છે. પણ ઇન્કાર કરવાની હિંમત પણ કોઇ નથી કરતું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yc6EbR
Previous
Next Post »