
એવી અફવા છે કે ઘણા લાંબા સમયથી બોલીવૂડની અભિનેત્રી અનન્યા પાંડે અને ઈશાન ખખ્ખર વચ્ચેની રિલેશનશિપ વચ્ચે તિરાડ પડી છે. આ ઉપરાંત એવું પણ લાગી રહ્યું છે કે 'ખાલીપીલી'ના આ કલાકારો સોશિયલ મીડિયા પર પણ દેખાતા નથી. જોકે તાજેતરમાં સોશિયલ મીડિયા પર અનન્યા પાંડે અને ઈશાન વચ્ચે જે મશ્કરી કરવામાં આવી તેનાથી તો આ આગમાં કોઈકે પેટ્રોલ છાંટયું હોય એવું બન્યું.
'પતિ, પત્ની ઔર વોહ'ની અભિનેત્રી અનન્યા પાંડે થોડા દિવસ પહેલાં એક કોસ્મોપોલિટન મેગેઝિનના કવર પેજ પર ચમકી. સોશિયલ મીડિયા પર આ મેગેઝિનમાંના ફોટો વીડિયો લઈ તેના (અનન્યા)ના ઘરે ફોટો શૂટ કરવામાં આવ્યો. જેમાં તેને તેના ચહેરા પર માસ્ક પહેરેલી દાખવવામાં આવી. તેની એવી અફવા ફેલાઈ કે તેના બોયફ્રેન્ડ ઈશાનને કોમેન્ટ સેક્શનમાં એવી કોમેન્ટ લખતાં દાખવવામાં આવ્યો કે 'માસ્કમાં શું છે હની?' આ કોમેન્ટનો પરફેક્ટ ઉત્તર આપતાં અનન્યાએ જણાવ્યું, 'યસ હની દહીં એન્ડ હાન્ડી.'
આનો પ્રત્યુત્તર આપતાં મશ્કરી કરનારા ફેન્સે જણાવ્યું, 'થોડી રાહ જો સ્પષ્ટતા કરું છું. એય હની, દહીં અને હાન્ડે છે કે આ માત્ર દહીં અને હલ્દી અને તું ઈશાનને જણાવ હની???'
બીજા શબ્દોમાં આવ્યું. જ્રઈશાન ખખ્ખર ઈઝ કોલિંગ જ્ર અનન્યા પાંડે હની.' એવી પણ હવા ઊડી છે કે ઈશાન જહાન્વી કપૂર સાથે ડેટિંગ કરી રહ્યો છે અને છેક ડિસેમ્બરથી. આમ છતાં ઈશાને તેને આંસુ સારવા તેનો ખભો ધર્યો છે તેની 'ખાલીપીલી'ની હીરોઈન અનન્યા પાંડે માટે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NcRbSG
ConversionConversion EmoticonEmoticon