- હું નસીબદાર છું કે કોઈ નિર્માતા પાસે મારે કોઈ બાકી નીકળતા નથી. હવે કાન્ટ્રેક્ટમાં નવી શરતો ઉમેરવી જોઈએ. શોનું ટેલિકાસ્ટ શરૂ થશે ત્યારથી પેમેન્ટ આપવાનું શરૂ કરાશે. આ તો સમાવેશથી પણ ઘણી દૂરની વાત છે.

એકતા કપૂરે 'નાગિન-૪'નું સમાપન કરી થોડા સમય બાદ 'નાગિન-૫દનું આગમન થશે, એમ જાહેર કરી 'નાગિન-૪' પર પૂરતું ધ્યાન ન અપાયું એની પણ કબૂલાત કરી લીધી છે. જોકે 'નાગિન-૪' ઘણા કલાકારોને નથી ફાવી અને ઘણા કલાકારોને નારાજ કરી ડંખ પણ માર્યા છે. હોય આવું તો ઘણા શોઝ સાથે થતું હોય છે. કોઈકમાં કલાકાર નારાજ થાય છે, તો કોઈકમાં પ્રોડયુસર કે. દિગ્દર્શકનું મન બગડે, આ તો શો બિઝનેસ છે-આવું તો ચાલ્યા જ કરે. એવી પણ વાતો સંભળાઈ રહી છે કે લોકડાઉનને કારણે સિરિયલમાં જે ગેપ પડયો છે તેને કારણે તેમાં સુધારાવધારા કરીને ચાલુ કરાશે અને એ પછી તેનું ઝડપભેર સમાપન કરાશે.
આ ફેરફારમાં કલાકારો અને મુખ્ય અભિનેત્રી નિયા શર્મા સહિત ઘણાને બદલવામાં આવશે. તેના સ્થાને નવા કલાકારો લેવામાં આવશે. અહીં નિયા શર્મા સાથે વાતો કરીએ કે લોકડાઉનને કારણે ટીવી શોઝમાં કેવા કેવા ફેરફાર આવ્યા છે અને ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં કલાકારોને વિલંબથી અપાતાં મહેનતાણાં અંગે તેણે કેવી નારાજગી અનુભવવી પડી તેની પણ જાણકારી મેળવીએ.
'નાગિન-૪'માં તારી જર્ની ઓચિંતી ટૂંકાવી નાખી તેને કારણે તું નારાજ છે?
નિયા શર્મા થ તેમણે તેને અણધારી ટૂંકાવી નથી નાખી. પ્રોડક્શન હાઉસ વ્યાવસાયિક છે અને થોડા દિવસ પહેલાં તેમણે તેમનો નિર્ણય મને જણાવ્યો. પ્રામાણિકતાથી કહું તો હું કોઈ ફરિયાદ નથી કરતી, કેમકે ટીવી ઈન્ડસ્ટ્રી ખૂબ ખરાબ રીતે અસર પામેલી છે અને અમને પણ ખબર નથી કે શુટિંગ ફરી ક્યારે શરૂ થશે. જો તમે બે-ત્રણ મહિના પછી શુટિંગ શરૂ કરો તો તમારે તેનો પ્રારંભ નવી નોંધ સાથે કરવો પડે. આવી પરિસ્થિતિમાં હું હોઉં તોય આવો જ નિર્ણય કરું.
તમે કહો છો કે આ બિઝનેસ ડિસિઝન છે તો તમારા ટ્રેકની વાત કરીએ, જેનો ઓછા બજેટને કારણે ટૂંકાવવામાં આવ્યો કેમકે તમે મોટું મહેનતાણું લો છો? અને હાલની પરિસ્થિતિને જોતાં શું તમે તમારું મહેનતાણું ઓછું કરવા રાજી છો?
નિયા શર્મા થ એ સાચું છે મારા કામ માટે અમુક ચોક્કસ રકમ તો ચૂકવવી જ પડે, પણ એનો અર્થ એ નથી કે મને શોમાંથી દૂર કરવામાં આવે. જો આ કેસનું આ જ કારણ હોય તો તેમણે મને પહેલેથી શોમાં લીધી નહીં હોત. આવો નિર્ણય શા માટે કરાયો તેનું કારણ જ લોકડાઉન છે અને વર્તમાન પરિસ્થિતિ પર નજર નાંખતાં, હું સમાધાન કરી લેત અને ભવિષ્યમાં મહેનતાણાંમાં કાપ મૂકવાની બાબત સ્વીકારી પણ લીધી હોત.
તાજેતરમાં અભિનેતા મનમીત ગ્રેવાલે આત્મહત્યા કરી તમે નિર્માતાઓને વિનંતી કરી શક્યા હોત કે તમે કલાકારોની બાકી રકમ ચૂકતે કરો. વર્તમાન પદ્ધતિમાં વિકલ્પ શોધવાની જરૂર હોય એવું આપણે અનુભવીએ એવું તમે માનો છો? આજે ૯૦ દિવસે મહેનતાણાંની ચૂકવણી થાય છે.
નિયા શર્મા થ પોતે કામ ગુમાવશે એવા ભયે નિર્માતા સામે નાણાંની માગણી કરવા સ્થિતિમાં નહીં હોય એવા કલાકારો વતી હું નમ્ર વિનંતી કરવા તૈયાર છું. આમાં ઘણા એવા છે જેમનાં નાણાં તો ત્રણ વર્ષથી લેવાના બાકી નીકળે છે. હું નસીબદાર છું કે કોઈ નિર્માતા પાસે મારે કોઈ બાકી નીકળતા નથી. હવે કાન્ટ્રેક્ટમાં નવી શરતો ઉમેરવી જોઈએ.
શોનું ટેલિકાસ્ટ શરૂ થશે ત્યારથી પેમેન્ટ આપવાનું શરૂ કરાશે. આ તો સમાવેશથી પણ ઘણી દૂરની વાત છે. આ ચોક્કસ તારીખોમાં ટીવી શોઝ પ્રસારિત નહીં થઈ શકે તો મુશ્કેલી વધી શકે છે. શો ટેલિકાસ્ટ થાય ત્યાં સુધી કોઈ કેવી રીતે રાહ જોઈ શકે? જો શો પ્રસારિત નહીં થાય અથવા તો દુકાનનાં પાટિયાં બંધ રહે તો એ કંઈ કલાકારની ભૂલ નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YgX07X
ConversionConversion EmoticonEmoticon