હિમાની શિવપુરી: અમે પણ ડેઈલી વેઝ વર્કર છીએ


મુંબઈમાં લોકડાઉન ધીમીગતિએ થોડી છૂટછાટ આપવામાં આવી રહી છે, પણ લોકડાઉન શરૂ થતાં જ અભિનેત્રી હિમાની શિવપુરીએ નિરાંતનો ર્શ્વાસ લીધો અને તેના યોગા તથા ઝડપી ચાલની એક્સરસાઈઝનો તે જ દિવસથી પ્રારંભ કરી દીધો, પણ બે મહિનાથી વધુ સમય થઈ ગયો એ પછી આ પીઢ અભિનેત્રીએ ગરમી અને મનોરંજન ઉદ્યોગ પરત્વે સરકારે દાખવેલી ઉદાસીનતા અપસેટ થઈ ગઈ. 

હિમાની શિવપુરી તેના સ્ટાઈલિસ્ટ અવાજમાં કહેવા લાગી, 'કોઈ પણ પ્રકારની આપત્તિ કે મુશ્કેલી આવે તો અમે તેમાં મદદ કરવા સૌપહેલાં આગળ આવીએ છીએ અને આ વખતે તો કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે અમારી દુર્દશા માટે આવશ્યક પગલાં લેવાનો વિચાર સુધ્ધાં કર્યો નથી. હું સમજું છું કે પરપ્રાંતીય મજૂરોથી અમારી સ્થિતિ થોડી સારી છે. અમે ઘરમાં રહી શકીએ છીએ અને ટેબલ પર બેસીને જમી શકીએ છીએ, પણ અમે પણ ડેઈલી-વેઝ વર્કર્સ છીએ કેમકે અમારું ઘર પણ સેલેરી પર જ ચાલે છે,' એમ તેમણે દિશાનિર્દેશ કર્યું.

હિમાનીએ ટીવી ઉદ્યોગમાં ૯૦ દિવસે પેમેન્ટ આપવાનો નિયમ તત્કાળ બંધ કરવાની બાબત પર ભાર મૂકવાનો નિર્ણય કર્યો. 'અમને છેલ્લા નવેમ્બર સુધીનાં નાણાં ચૂકવવામાં આવ્યાં છે. આ સાચું છે કેમકે નિર્માતા વિર્શ્વાસપાત્ર છે. ઘણા હજુય એવા છે જેઓ તેમનાં મહેનતાણાંનાં નાણાં માટે સંઘર્ષરત છે,' એમ તેમણે જણાવ્યું. નિર્માતાઓ ફરી શુટિંગ શરૂ કરવા તૈયારી કરે છે, સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ કરવાનું પાલન કરવાનું વચન આપે છે, પણ અભિનેત્રીને એ અંગે જણાવાતું જ નથી,' એક ટીવી શોને ૪૦૦ ક્ મેમ્બરોની જરૂર પડે છે અને કલાકારો કંઈ માસ્ક પહેરીને અભિનય કરી શકે નહીં અને શું તેઓ ફ્લાવર-કીસિંગ માર્ગે પાછા ફરી રહ્યા છે?' એવો પ્રર્શ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો.

કટોરી અમ્માના પાત્ર માટે ટીવી શો-'હપ્પુ કી ઉલટન પુલટન'માં દરરોજ ૧૨ કલાક સેટ પર રહેતી હતી, એમ જણાવી હિમાની કહે છે, 'આ પછી બીજા બે કલાકની મુસાફરી કરીને નાયગાંવ ઘરે પહોંચતી હતી. હું ઘરે પહોંચું ત્યાં સુધી હું મારી માતાને ટીવી જોતાં અટકાવતી. જોકે હવે તો હું જ આ ઇડિયટ બોક્સની બંધાણી બની ગઈ છું,' એમ તે હસતાં હસતાં કહે છે. પોતાને જૂની ફિલ્મો જોવાનો બહુ શોખ છે, જેમાં સલમાન ખાન સાથેની ફિલ્મ 'હમ આપ કે હૈ કૌન' જોવામાં અનેરો આનંદ મળે છે.

અમારો પહેલો શોટ તો રેગ્યુલર સીન હતો. આ પછી  મને ઊંચકી લે છે અને મને ફરતે ફેરવે છે. આ મારો આર્શ્ચર્યનો આંચકો ખરેખર સાચો હતો. આ પછી બીજી વખત હું બરાબર તૈયાર હતી અને પ્રત્યાઘાતરૂપે મેં તેના ચહેરા પર હળવી ટપલી મારી હતી,' એમ હિમાનીએ જણાવ્યું હતું.

મને વધુ એક ખાનની વાત પણ બરાબર યાદ છે. આ ખાન છે શાહરૂખ ખાન. 'અંજામદ ફિલ્મમાં અમે સાથે હતાં. હિમાનીએ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ 'ઈન વીચ એની ગિવ્ઝ ઈટ ધોઝ વન્સદમાં કામ કર્યું હતું.

જીવનમાં હાર મળતાં

'આદત સે મજબૂર' અને 'કુલ દીપક'ના ટીવી કલાકાર મનમીત ગ્રેવાલે ૧૫ મેએ આત્મહત્યા કરી, જેના કારણ હતાં દેવું અને કોરોના વાઈસરને કારણે લદાયેલા લોકડાઉનમાં કામ બંધ થતાં કોઈ પ્રકારનું કામ ન હોવાથી મળેલી નિરાશા. આ કલાકારનાં મોત પછી દસ દિવસે અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ આત્મહત્યા કરી, જેણે 'ક્રાઈમ પેટ્રોલ'માં કામ કર્યું હતું. આ અભિનેત્રીએ પોતાના ફ્લેટમાં ગળે ફાંસો લટકાવી આત્મહત્યા કરી હતી, જેનું કારણ પણ મહદઅંશે કામ ન મળ્યું અને તેને કારણે મળેલી હતાશા જ હતું.




from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YgCgNE
Previous
Next Post »