- 'મુંબઈ જેવા મોટા શહેરમાં એકલું રહેવું મુશ્કેલ છે. એને લીધે થોડું અસ્વસ્થ થવું પણ સ્વાભાવિક છે. પરંતુ આસપાસમાં નજર કરીએ તો થાય કે આપણે તો બહુ સુખી છીએ. લાખ્ખો લોકો પગપાળા પોતાને વતન જવા નીકળ્યા હતા. એમના પગમાં આવા ધમધખતા તાપમાં પહેરવા ચપ્પલ પણ નહોતા.

કોરોનાવાયરસે ભલભલી સેલિબ્રિટીઝના પ્લાન ઊંધાવાળી દીધા છે. એમાં બોલીવુડના એક્ટરોનો પણ સમાવેશ છે. એક્ટરોએ પોતાની ફિલ્મોના શૂટિંગ માટે બનાવેલી ટાઇમટેબલ કચરાટોપલીમાં નાખી દેવા પડયા છે. યામી ગૌતમ સાથે પણ લોકડાઉનમાં આવું જ કાંઈક બન્યુ છે. યામીએ પોાતાના ફેમિલી માટે ચંડીગઢમાં એક નવું ઘર બનાવ્યું છે. જેમાં એ રહેવા જવા બહુ તલપાપડ હતી. એ ઉપરાંત, એકટ્રેસ પોતાની ત્રણ નવી ફિલ્મોની રંગેચંગે જાહેરાત પણ કરી હતી, પરંતુ કોરોનાએ એની તમામ યોજનાઓ પર બ્રેક મારી દીધી છે. સ્વાભાવિક છે કે એને કારણે યામી નિરાશ થઈ ગઈ હોય.
એટલે અમે પહેલા જ પ્રશ્નમાં એને પૂછી લઈએ છીએ, 'યામી, તું તારી ફિલ્મોના શૂટિંગ પૂરા કરવામાં બિઝી હતી અને નાવ પ્રોજેક્ટ્સની તૈયારી પણ કરી હતી. બરાબર ત્યારે જ લોકડાઉન જાહેર થઈ ગયું. શું તારા માટે એ એક આંચકો પુરવાર થયો?' યામી એકદમ સ્વસ્થતાથી જવાબ આપે છે, 'સર, મેં લાઇફમેં હરબાત કો પોઝિટિવલી દેખતી હું. ત્રણ ફિલ્મની જાહેરાત કરવા હું રીતસર થનગનતી હતી. આ પ્રોજેક્ટ્સ, વિશે મિટીંગોનો દોર ચાલુ હતો ત્યાં જ, બધુ એકાએક થંભી ગયું. મારું શૂટિંગ શેડયુલ પણ પૂરું ન થવાથી હું મારા ઘરે ચંડીગઢ ન જઈ શકી. આવા સમયે દરેક વ્યક્તિઓ ધીરજ રાખ્યા વિના છુટકો નથી. લોકડાઉન પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો નાણાંકીય અને ક્રિયેટિવ ઢાંચો બદલાશે. ઇન્ડસ્ટ્રીમાં થોડો સમય આશંકાનું વાતાવરણ રહેશે, જેમાંથી બહાર આવતા થોડો વખત લાગશે.'
સૌ જાણે છે એમ પહેલી જૂનથી દેશના મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનલોક ૧.૦ શરૂ થઈ ગયું છે. ડોમેસ્ટિક ફ્લાઇટો ચાલુ થઈ ગઈ છે. એટલે હવે યામી ગૌતમ પોતાના પરિવાર પાસે ચંડીગઢ જવા રવાના થશે કે કેમ? સવાલના જવાબમાં યામી નકારમાં માથુ ધુણાવતા કહ છે, 'નહીં, અભી તો મેરા એસા કોઈ પ્લાન નહીં હૈ, સર. મને પણ ચંડીગઢ જવાનું ખૂબ મન છે, પણ બે કારણોસર હમણાં હું મુંબઈ નહીં છોડું. સૌથી પહેલું કારણ તો મારા પરિવારની સલામતી છે. તમે મુંબઈના ઘરેથી એરપોર્ટ જવા નીકળો ત્યારથી લઇને ચંડીગઢ ઘરે પહોંચો ત્યાં સુધી સેંકડો લોકોના સંપર્કમાં આવો છો. એટલે આ સમયે ટ્રાવેલ કરવું મોટું જોખમ જ છે. બીજું કારણ એ કે મારે હજું મુંબઈમાં મારી ફિલ્મ જિન્ની વેડ્સ સન્નીનું ડબિંગ કરવાનું પણ બાકી છે, એ પૂરું કર્યા પછી જ, હું ચંડીગઢ જવાનું વિચારી શકું.'
લોકડાઉનમાં યામીએ મુંબઈમાં પરિવારજનો વિના એકલા રહેવાનું આવ્યું છે. ઘરમાં બધુ સુનુન સુનુ નથી લાગતું? એ સાંભળી મિસ ગૌતમ હસી પડે છે, 'સાચું કહું તો હું એક અંતમુર્ખી વ્યક્તિ છું. મને દિવસના અમુક ભાગમાં એકલા રહેવું ગમે છે. મને એક જ વાત ડંખે છે કે હું લૌંગ વૌક પર નથી જઈ શકતી. બાકી તો ઘરમાં કુકિંગ, પેઇન્ટિંગ, યોગ, મેડિટેશન કરીને અને ફિલ્મો જોઈને મારો દિવસ ક્યાં પસાર થઈ જાય છે એની ખબર નથી પડતી. વળી, ઘરમાં મને કંપની આપવા માટે મારી હાઉસ હેલ્પ (ઘર નોકરાણી) છે જ. એ ઝારખંડની વતની છે અને મારી જેમ એ પણ ઘરે નથી જઈ શકી. એટલે અમે એકબીજાને કંપની આપીએ છીએ.
અને એક છેલ્લે પ્રશ્ન, 'યામી, આવા કપરા સમયમાં ફેમિલી વિના એકલા રહેવાનું તને અજુગતું નથી લાગતું?' યામી એક ઊંડો શ્વાસ, લઈ કહે છે, 'મુંબઈ જેવા મોટા શહેરમાં એકલું રહેવું મુશ્કેલ છે. એને લીધે થોડું અસ્વસ્થ થવું પણ સ્વાભાવિક છે. પરંતુ આસપાસમાં નજર કરીએ તો થાય કે આપણે તો બહુ સુખી છીએ. લાખ્ખો લોકો પગપાળા પોતાને વતન જવા નીકળ્યા હતા. એમના પગમાં આવા ધમધખતા તાપમાં પહેરવા ચપ્પલ પણ નહોતા. એમના ખાવાપીવાના પણ કોઈ ઠેકાણા નહોતા, બધા રામભરોસે હતા એમ કહીએ તો ચાલે. આપણે આમાનું કાંઈ સહન કરવાનું નથી આવ્યું, જે માટે આપણે ઇશ્વરનો આભાર માનવો જોઈએ. જીવનમાં વિકટ પરિસ્થિતિનો સ્વીકાર જ એમાંથી પાર ઉતરવાનો એક માત્ર ઉપાય છે. બાકી, ફરિયાદ અને વસવસો આપણને કોઈ રીતે મદદરૂપ થવાના નથી. લોકડાઉન દરમિયાન આ બોધપાઠ મને શીખવા મળ્યો છે. તમે સંજોગોનો સ્વીકાર કરતા શીખશો તો આપોઆપ પોઝિટિવ બની જશો. એ માટે પ્રયાસ નહીં કરવો પડે.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zNZXDw
ConversionConversion EmoticonEmoticon