
સુશાંતનો જન્મ 21 જાન્યુઆરી 1986માં થયો હતો.
સુશાંત સિંહ રાજપૂત બોલીવૂડના લોકપ્રિય અભિનેતાઓમાંનો એક છે. તેણે પોતાની મહેનત અને અભિનય ક્ષમતાને કારણે એક અલગ જ ઓળખ બનાવી.
- સુશાંત અભિનેતા હોવાની સાથેસાથે એક સારો ડન્સર પણ હતો.
- સુશાંતનો જન્મ બિહારના પટણામાં થયો હતો. તેના પિતાનું નામ કે. કે. સિંહ છે જે ઓ એક સરકારી ઓફિસર હતા. તેની માતાનું નામની જાણકારી નથી. પરંતુ માતાનું ૨૦૦૨માં અવસાન થઇ ગયું હતું.
- સુશાંતને ચાર બહેનો છે. જેમાંની સોથી મોટી બહેન મીતૂ સિંહ રાજ્ય સ્તરની ક્રિકેટ ખેલાડી છે.
- સુશાંતે શાળાનો અભ્યાસ પટણાની સેન્ટ કેરન્સ હાઇ સ્કુલમાંથી કર્યો. આ પછી તેણે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગથી મિકેનિકલ એન્જિરિંયગનો અભ્યાસ શરૂ કર્યો .
- કોલેજ કાળ દરમિયાન જ સુશાંતને ડાન્સમાં વધુ રસ પડયો અને તેણે ડાન્સ શીખવાનો નિર્ણય કર્યો. જોકે તેના પરિવારજનો સુશાંતના નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ સુશાંતે હાર માની નહીંઅને શ્યામક દાવરના ડાન્સ ગુ્રપનો હિસ્સો બની ગયો.શ્યામક તેની કલા અને લગનથી બહુ પ્રભાવિત થયો હતો અને તેણે ૨૦૦૬માં કોમનવેલ્થ રમતમાં ડાન્સ કરવા માટે તક આપી હતી.મુંબઇ પાછા આવ્યા પછી તે એક ડાન્સ ગુ્રપ સાથે પરફોર્મ પણ કર્યું હતું જેને જાણીતા કોરિયોગ્રાફર એશ્વે લોબોએ કર્યું હતું.
- આ પછી સુશાંત થિયેટરનો પણ હિસ્સો રહ્યો અને કદાચ એટલે તે જ એક સફળ અભિનેતા બનીને સામે આવ્યો.
- સુશાંતે જાણીતા એકટર ડાયરેકટર અલન અમીન પાસેથી માર્શલ આર્ટસની તાલીમ પણ લીધી છે.
- તેને પ્રથમ બ્રેક સ્ટારપ્લસના શો દેશ મેં હૈ મેરા દિલથી મળ્યો આ પછી તેણે પવિત્ર રિસ્તામાં માનવનું પાત્ર ભજવ્યુ અને લોકપ્રિયતા મેળવી.
- તે ડાન્સિંગ શો જેવા કે જરા નચ કે દિખા ટુ અને ઝલક દિખલા જા ૪નો સહભાગી પણ હતો. આમાં તેણે મોસ્ટ કન્સિસ્ટેન્ટપરફોર્મર ટાઇટલ પણ જુત્યું હતું.
- તે સાધારણ પરિેવારનો હોવાથી તેમજ તેનું કોઇ ફિલ્મી બેકગ્રાઉન્ડ ન હોવાથી તેની સાથે એક સમયે અભિનેત્રીઓ તેની સાથે કામ કરવા રાજી થતી નહોતી. તેની ફિલ્મ શુદ્ધ દેસી રોમાન્સ આનું જ ઉદાહરણ છે. લાંબા સમય પછી પરિણિતિ ચોપરાને આ ફિલ્મ માટે સાઇન કરવામાં આવી હતી.
અંગત જિંદગી
જી સુશાંતની અંગત જીવનની વાત કરીએ તો સિરિયલ પવિત્ર રિસ્તામાં તેની સાથે કામ કરનારી અંકિતા લોખંડે સાથે તેના સંબંધ બંધાયા હતા. સુશાંત માતાની બહુ જ નજીક હતો. માતાના અવસાન પછી તેનો પરિવાર દિલ્હી રહેવા જતો રહ્યો હતો.
સુશાંતના પ્રેમ સંબંધો
કારકિર્દી દરમિયાન સુશાંત નું નામ પવિત્ર રિસ્તાની તેની સહ-અભિનેત્રી અંકિતા લોખંડે સાથે જોડાયું હતું.તેની સાથે તે છ વરસ સુધી લગભગ લિવઇન રિલેશનસિપમાં રહ્યો હતો. બન્ને વચ્ચે બહુ જ સારો મનમેળ પણ હતો. પરંતુ રૂપેરી પડદે સુશાંત ચુંબન દ્રશ્યો ભજવવા માટે પણ અંકિતાની મંજૂરી લેતો અને અંકિતા હા પાડે તો જ તે આ દ્રશ્યો ભજવતો. અંકિતા અને સુશાંતના મધુર સંબંધમાં તિરાડ પડવા માટે ક્રિતિ સેનોનનું નામ ઉછળ્યું હતું. કહેવાય છે કે સાથે કામ કરતા કરતા બન્નેના સંબંધો ગાઢ થઇ ગયા હતા. સુશાંત અને અંકિતા વચ્ચે ઊગ્ર ઝઘડાઓ થવા લાગ્યા હતા અને અંતે બન્ને જણા અલગ થઇ ગયા.
સુશાંતની પસંદ-નાપસંદ
- સુશાંતની પસંદ-નાપસંદની વાત કરીએ તો, તેને રાજમા ચાવલ, આલુ પરાઠા, પૂરણ પોળી, લસ્સી અને પાસ્તા તેની મનભાવતી વાનગીઓ હતી.
- તેને ડાન્સ કરવો અને વીડિયો ગેમ્સ રમવી પસંદ હતી.
- ઇશા શેરવાની તેની મનગમતી અભિનેત્રી હતી.
- સુશાંતનો પ્રિય દિગ્દર્શક સંજય લીલા ભણશાલી હતો.
- તેને ક્રિકેટ રમવી પણ પસંદ હતી.
સુશાંત સિંહ રાજપૂતે મેળવેલા એવોર્ડ અને નામાંકન
પાંચ યાદગાર પાત્રો
- ૨૦૦૯માં પવિત્ર રિસ્તા
- ૨૦૧૩ કાય પો છે
- ૨૦૧૪માં પીકે માં નાનકડી ભૂમિકા બેખુબી નિભાવી હતી
- ૨૦૧૬માં મહેન્દ્ર સિંહ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરીમાં ધોનીનું પાત્ર ભેજવીને લોકપ્રિયતા મેળવી
- ૨૦૧૮માં કેદારનાથમાં પીઠ્ઠુની ભૂમિકા આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે કામ કર્યું હતું.
ભારતીય ટેલી એવોર્ડ
૨૦૦૯માં સોથી વધુ લોકપ્રિય પુરુષ અભિનેતા
જોકે આ માટે તે નામાંકિત થયો હતો.
ભારતીય ટેલિવિઝન એકડમી એવોર્ડ
૨૦૦૯માં સોથી વધુ લોકપ્રિય અભિનેતા તરીકેનો એવોર્ડ મેળવ્યો
બીઆઇજી સ્ટાર મનોરંજન એવોર્ડ
૨૦૧૦માં સિરિયલ પવિત્ર રિસ્તા માટે શ્રેષ્ઠ ટેલવિઝન એકટર
બોરોપ્લસ ગોલ્ડ એવોર્ડસ
૨૦૧૦માં સિરિયલ પવિત્ર રિસ્તા મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા
કલાકાર એવોર્ડ
૨૦૧૧ પ્રિય અભિનેતા
નિર્માતાઓ ગિલ્ડ ફિલ્મ એવોર્ડ
શ્રેષ્ઠ અભિનેતાપદાર્પણ
નિર્માતાઓ ગિલ્ડ ફિલ્મ એવોર્ડ
અગ્રણી ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે નામાંકિત
સ્ક્રીન એવોર્ડ
૨૦૧૧માં શ્રેષ્ઠ અભિનતા ડેબ્યુ માટે નામાંકિત
ઝી સિને એવોર્ડ
૨૦૧૪માં કાય પો છે ફિલ્મમાં ડેબ્યુ માટે નામાંકિત
ફિલ્મ ફેયર એવોર્ડસ
ફિલ્મ કાય પો છે માટે શ્રેષ્ઠ અભિનેતા ડેબ્યુ માટે નામાંકિત
આઇફા એવોર્ડ
ફિલ્મ કાય પો છે અગ્રણી ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતાતરીકે નામાંકિત
સ્ક્રીન એવોર્ડ
ફિલ્મ કાય પો છે શ્રેષ્ઠ અભિનેતા (ક્રિટિક્સ) એવોર્ડ મેળવ્યો
ફિલ્મ ફેયર એવોર્ડસ
ફિલ્મ કાય પો છે શ્રેષ્ઠ અભિનેતા તરીકે નામાંકિત
ઝી સિને એવોર્ડસ
ફિલ્મ કાય પો છે શ્રેષ્ઠ અભિનેતા માટે નામાંકિત
સ્ટારડસ્ટ એવોર્ડસ
ફિલ્મ એમ એસ ધોની : ધ શ્રેષ્ઠ અભિનેતા એમ એસ ધોની માટે નામાંકિત
આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડમી એવોર્ડ
ફિલ્મ એમ એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી માટે નામાંકિત
મેલબોર્ન ભારતીય ફિલ્મ મહોત્સવ
ફિલ્મ એમ એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી માટે એવોર્ડ મેળળ્યો
સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મોગ્રાફી
૨૦૧૩ કાય પો છે
૨૦૧૩ શુદ્ધ દેસી રોમાન્સ
૨૦૧૪ પી કે
૨૦૧૫ ડિટેકટિવ વ્યોમકેશ બક્ષી
૨૦૧૬ એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી
૨૦૧૭ રાબતા
૨૦૧૮ વેલ કમ ઇન ન્યુયોર્ક (મહેમાન ભૂમિકા)
૨૦૧૮ કેદારનાથ
૨૦૧૮ સોનચિરીયા
૨૦૧૯ છીછોરે
૨૦૧૯ ડ્રાઇવ
૨૦૨૦ દિલ બેચારા (રિલીઝ બાકી)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ybde2i
ConversionConversion EmoticonEmoticon