સુશાંત સિંહ રાજપૂતને દિગ્દર્શક અભિષેક કપૂર અને તેની પત્ની વિશેષ રૂપે શ્રદ્ધાંજલિ આપશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 18 જૂન 2020, ગુરુવાર

સુશાંત સિંહ રાજપૂત આ દુનિયામાંથી અચાનક ચાલ્યો ગયો છે, પરંતુ તેના પ્રશંસકો તેને હંમેશાયાદ રાખશે. બોલીવૂડના એ કલાકારમાંનો એક છે જેણે પોતાના અભિનય દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. સુશાંતના નજીકના લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જ્યારે નિર્માતા-દિગ્દર્શક અભિષેક કપૂર અને તેની પત્ની પ્રજ્ઞાા સુશાંતની યાદમાં ૩૪૦૦ ગરીબ પરિવારોને ભોજન કરવવાના છે. 

પ્રજ્ઞાા કપૂરે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. તેણે ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે આ શ્રદ્ધાંજલિ પોતાના ગેરસરકારી સંગઠન એક સાથ દ્વારા આપી છે. તેણે એ પોસ્ટમાં સ્પષ્ટતા કરી છે કે તે ગેર સરકારી સંગઠનના માધ્યમથી ૩,૪૦૦ ગરીબ પરિવારોને ભોજન કરાવશે. 

પોસ્ટમાં તેણે આગળ લખ્યું છે કે, સુશાંત અમે તને હંમેશા યાદ કરશું. પ્રજ્ઞાા બોલીવૂડની એ હસ્તીઓમાંની એ છે જે સુશાંતના અંતિમ સંસ્કારમાં પહોંચી હતી. અભિષેક કપૂર જ સુશાંત સિંહ રાજપૂતને ફિલ્મ કાય પો છે,માં લોન્ચ કર્યો હતો. અભિષેક કપૂર અને સુશાંતના સંબંધો ઘણા સારા હતા. 

સુશાંતની અસ્થિઓ ૧૮ જુનના ગુરુવારે પટણાના એનઆઇટી ગંગા ઘાટ પર વિસર્જિત કરવામાં ાવી હતી. આ દરમિયાન તેના પિતા કેકે સિંહની સાથે તેની બહેન પણ જોવા મળી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ASmnDU
Previous
Next Post »