નડિયાદ, તા.13 મે 2020, બુધવાર
ડાકોરના એક પોલીસ કર્મચારીએ આજે બિમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.છેલ્લા બે-ત્રણ દિવસથી તેઓ બિમાર હતા અને ડાકોરની કોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લાં દોઢ વર્ષથી પોલીસ મથકમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા સહકર્મચારીને સાથી કર્મીઓએ અશ્રુભીની આંખે પુષ્પાંજલિ આપી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાકોર પોલીસ મથકના પોલીસ કોન્સટેબલ દિવ્યંતકુમાર કિરીટભાઇ પરમાર છેલ્લાં દોઢ વર્ષથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા.તેઓ મૂળ ઇડર તાલુકાના વસાઇ ગામના રહેવાસી છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી તેઓને ખેંચ આવતા શહેરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની નિશાબેન અને એક ભાઇ છે.તેમના લગ્નને ૧૧ વર્ષનો સમયગાળો વિત્યો છે.
ડાકોર શહેરની જૂની પોલીસ લાઇનમાં ગત્ મોડી રાત્રીના ૧.૪૫ વાગ્યાના અરસામાં દિવ્યાંતકુમારે કોઇ અગમ્યકારણોસર પોતાના ઘરે ગળે ફાસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.આ બનાવ અંગે ડાકોર પોલીસે એ.ડી નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જો કે આ બનાવ અંગે સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૃતક દિવ્યંતકુમાર પરમારે એક સુસાઇડ નોટ લખી હોવાનુ જાણવા મળ્યુ હતુ.
પરંતુ પોલીસ વિભાગ દ્વારા આવી કોઇ સુસાઇડ નોટ મળ્યાનો ઉલ્લેખ કર્યો નથી.આ બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા મોડી રાત્રે બનાવ સ્થળે દોડી આવ્યા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xYLUde
ConversionConversion EmoticonEmoticon