બિહારના 16000 થી વધુ શ્રમિકો નડિયાદ સ્ટેશનેથી ટ્રેન દ્વારા વતન જવા રવાના


નડિયાદ, તા.13 મે 2020, બુધવાર

બિહારના પરપ્રાંતિય શ્રમિકોએ આજે ખેડા જિલ્લાના વડા મથક નડિયાદના રેલ્વે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન દ્વારા પોતાના માદરે વતન જવા પ્રયાણ કર્યુ છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા તાલુકાઓમાંથી બસો મારફતે નડિયાદ રેલ્વે સ્ટેશને લાવેલા બિહારના ૧૬૦૨ જેટલા શ્રમિકો આજે  બપોરે ટ્રેન મારફતે જવા રવાના થયા છે. આ માટે જિલ્લા કલેક્ટર કચેરીએ બિહારના શ્રમિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી આજે ૧૬૦૨ શ્રમિકોને નડિયાદ સ્ટેશનથી સ્પેશ્યલ ટ્રેન મારફતે રવાના કરવામાં આવ્યા છે.

ખેડા જિલ્લામાં છેલ્લાં  ઘણા દિવસોથી ચાલતા લોકડાઉન સમયે ફસાઇ ગયેલા  પરપ્રાંતિય શ્રમિકોને સ્પેશિયલ ટ્રેનો દ્વારા તેમના વતન પહોચાડવામાં આવી રહ્યા છે. અગાઉ ત્રણ ટ્રેનો દ્વારા પાંચ હજારથી પણ વધુ શ્રમિકોને ગોરખપુર પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે આજે નડિયાદ રેલ્વે સ્ટેશનેથી બિહાર તરફની સ્પેશ્યલ ટ્રેન રવાના કરવામાં આવી છે.જેમાં જુદા જુદા તાલુકાઓમાંથી આશરે ૧૬૦૨ પરપ્રાંતિયો સવારના  ૧૧.૦૦ વાગ્યાથી નડિયાદ રેલ્વે સ્ટેશન પહોંચવા માંડયા હતા. ટ્રેનમાં બેસાડવાની કામગીરી વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રએ ખડેપગે કરી હતી.નડિયાદથી ઉપડનારી આ ટ્રેન બિહાર તરફ  મોકલી છે. આ દરમ્યાન વચ્ચે આવતા સ્ટાપેજ પર ટ્રેન ઉભી રહેશે અને શ્રમિકો પોત પોતાના વતન નજીકના સ્ટેશને ઉતરી જશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. માદરે વતન જતા દરેક શ્રમિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાસ્તાના પેકેટ અને મીનરલ વોટર ના બોટલ આપવામાં આવ્યા હતા. 

જ્યારે રાજસ્થાન અને મહારાષ્ટ્ર માટે જિલ્લા વહીવટી તંત્ર જુદા જુદા સાઘનો મારફતે પહોંચાડવાની પરવાનગી આપવામાં આવી છે.આ ઉપરાંત આવનાર દિવસોમાં છત્તીસગઢ અને અન્ય રાજયોની પરવાનગી મળેથી પરપ્રાંતિય શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન મારફતે મોકલવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યુ હતુ.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WrLvcS
Previous
Next Post »