મદીના પાર્ક સોસાયટીમાં રહેતો દર્દી તબલિગી સમાજના સંપર્કથી સંક્રમિત થયો હોવાની આશંકા


નડિયાદ, તા.13 મે 2020, બુધવાર

ખેડા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો વધારો અવિરત્ રહ્યો છે. આજે નડિયાદ તાલુકામાં વધુ એક કેસ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૩૪ પર પહોંચ્યો છે.આજે બપોર બાદ નોંધાયેલ કોરોના દર્દી નડિયાદ તાલુકાના કણજરી ગામના તબલીગી સમાજના સંપર્કથી સંક્રમિત થયા હોય તેવી આશંકાઓની ચર્ચાએ જોર પકડયું છે.

નડિયાદ તાલુકાના કણજરી ગામની મદીના પાર્ક સોસાયટીમાં રહેતા સાજીદભાઇ અબ્દુલભાઇ વ્હોરા ઉં.૪૨નો આજે બપોેરે કોરોના રીપોર્ટ  પોઝીટીવ આવ્યો છે. તેઓ કણજરી ગામના ગઇકાલે કોરોના પોઝીટીવ જાહેર થયેલા ઇલિયાસભાઇ એ વ્હોરા સાથે લોકડાઉન સમયેકીટ વિતરણ જેવી કામગીરી કરતા હતા.ગત્ તા.૧૨-૫-૨૦૨૦ ના રોજ તેમને ઉઘરસ અને સામાન્ય તાવ આવતો હતો.જેથી નડિયાદ શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં કોરોના રીપોર્ટ કરાવ્યો હતો.જે આજે બપોરના સમયે તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.સાજીદભાઇ વ્હોરાના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે. સાજીદભાઇ કણજરીમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરની સામે આવેલ શાક માર્કેટમાંથી શાકભાજી લાવતા હતા.આ ઉપરાંત સાજીદભાઇ દૂધ લેવા માટે બેબી શરીફાબેન શાકવાળાને ત્યા જતા હતા.જે સાજીદભાઇની સોસાયટી પાછળ આવેલ છે. સાજીદભાઇને કણજરી ગામમાં કપડા,ડ્રેસની દુકાન છે.જે લોકડાઉન શરૃ થયુ ત્યારથી બંધ છે. પરંતુ કણજરીમાં ઝારખંડના ધનબાદથી આવેલ તબલીગી સમાજના સભ્યો સાથે તેઓ સંક્રમિત થયા હોય તેવી શક્યતાઓ હોવાનુ આરોગ્ય તંત્ર તપાસી રહ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z0kpel
Previous
Next Post »