અમિતાભ બચ્ચને કોરોના સર્વાઇવર્સની માનસિક સહાય આપવાનું નિવેદન કર્યું


(પ્રતિનિધિ દ્વારા)       મુંબઇ,તા. 13 મે 2020, બુધવાર

અમિતાભ બચ્ચનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે કોવિડ -૧૯ સર્વાઇવર્સોને મેન્ટલ સપોર્ટ કરવાનું સમજાવી રહ્યા છે. ૭૭ વર્ષીય અભિનેતાએ જણાવ્યું હતું કે, કોરોના આપણા પર બે પ્રકારે હુમલો કરી રહ્યો છે, એક શારીરિક અને બીજો માનસિક.  અમિતાભના અનુસાર, કોરોના સર્વાઇવર્સ આપણા મગજમાં શક ઉત્પન્ન કરે છે. તમે લોકોએ પણ ટેલિવિઝન પર જોયું હશે કે હોસ્પિટલમાંથી સાજો થઇને દરદી ઘરે પાછો જાય છે ત્યારે તેના પર અંગતજનો, પરિવારજનો તેમજ અન્યો ફૂલોની વર્ષા કરે છે.   

બિગ બીએ પોતાના વીડિયોમાં વધુ કહ્યું છે કે, માનસિક લડાઇને જીતવું એ જવાબદારી આપણી છે. શારીરિક લડાઇમાં તો દુનિયાભરના લોકો જીવ બચાવાનો પ્રયાસ કરી રહ્ છે.  પરંતુ માનસિક રીતે આપણે જ આપણી લડાઇ જીતવી પડશે. જો આપણે માનસિક રીતે હારી જઇશું તો કોરોના આપણને હરાવશે. યાદ રાખો કે આપણે આ થવા દેવું નથી. પોતાના લોકોને અપનાવો અને રાજીખુશીથી ઘરે પાછા લાવો.

આ વીડીયો ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા કોરોના અપડેટ માટે બનાવામાં આવેલા ટ્વિટર ઇન્ડિયા ફાઇટ્સ કોરોના પરથી પ્રસારિત કરવામમાં આવ્યો છે. મિનિસ્ટ્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, મહામારીમાં વધતા જતા માનસિક તણાવ બાબતે દેશવાસીઓને વિનંતી ઃ કોરોનાનો ભોગ બનેલી વ્યક્તિએ તેમજ તેની સાથેના લોકોએ માનસિક તાણનો ભોગ બનવું નહીં. પોતાના લોકોને અપનાવો અને હોસ્પિટલમાંથી સારવાર બાદ સહીસલામત પાછા લાવો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WWlWPV
Previous
Next Post »