અશ્વિની ઐયર લોકડાઉન દરમિયાન નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની બાયોપિક લખી રહી છે


(પ્રતિનિધિ દ્વારા)      મુંબઇ,તા. 13 મે 2020, બુધવાર

નિલ બટ્ટે સન્નાટા, બરેલી કી બર્ફી અને પંગા જેવી ફિલ્મનું દિગ્દર્શન કરી ચુકેલી અશ્વિની ઐયર હાલ એનઆર નારાયણ અને સુધા મૂર્તિની બાયોપિકને પટકથાનું રૂપ આપવામાં વ્યસ્ત છે. તેનુંમાનવું છે કે જ્યારે માર્ક જુકરબર્ગ અને બિલ ગેટસ જેવાપર ફિલ્મો બને છે તો આપણે ત્યાં નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની જીવનકથની લોકો સામે આવવી જોઇએ. 

અશ્વિનીએ જણાવ્યું હતું કે, નારાયણ અને સુધા મૂર્તિએ લોકો છે જેમને તે લોકડાઉન પહેલા મળી હતી. હું તેમની સાથે બેંગલુરૂમાં પાંચ દિવસ રહી હતી. તેમણે મને એક વધુ સારી વ્યક્તિ બનાવી છે. મારા નજરમાં સુધા એક વાસ્તવિક હીરો છે તેમની તસવીર મારા મોબાઇલ ફોનના વોલપેપરપર મેં મુકી છે. તે જાણે છે કે પોતે કોણ છે, છતાં પણ તેવધુને વધુ શીખવાની ઉત્કંઠા ધરાવે છે. તે એકદમ બાળક જેવી છે અને તેમની જેમ જ જીવવાનું પસંદ કરે છે. 

આ  ઉપરાંતઅશ્વિની એક થ્રિલર વાર્તા લખી રહી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2y0cmTX
Previous
Next Post »