(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 13 મે 2020, બુધવાર
કોરોના વાયરસના પ્રકોપથી લોકડાઉન ચાલીરહ્યો છે. પરંતુ પરિસ્થિતિમાં સુધાર ન આવતા બેકાબુ થઇ રહી છે. કોરોનાના જંગમાં ડોકટર્સો અને નર્સો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ફરજ બજાવીરહેલા મેડિકસ સ્ટાફને પોતાની સુરક્ષાના સામાનોની ઊણપ વર્તાઇ રહી છે. તેવામાં બોલીવૂડના ઘણા સ્ટાર્સ આગળ આવીને તેમને પીપીઇ કિટ્સ, સેનેટાઇઝ્રસ વગેરેના ડોનેશન આપ્યા છે. હવે તેમાં અભિનેતા ફરહાન અખ્તરનો સમાવેશ થયો છે. ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પરથી આ વાતની જાણકારી આપી હતી.
તેણે પીપીઇ કિટસની તસવીર ટ્વિટર એકાઉન્ટ પર મુકી છે, સાથે લખ્યું છે કે અમારા લોકોની મદદ અને સુરક્ષા માટે તમારો આભાર. પીપીઇ કિટ્સનો પ્રથમ બેચ અકોલા પોલીસ સ્ટેશને મોકલવામાં આવી રહ્યો છે. અમારા ફ્રન્ટલાઇન વોરિયર્સની સુરક્ષા માટે આ મદદ છે. આ સાથે તેણે અન્યોને પણ સહયોગ કરવાની મદદ કરી છે.
ફરહાનની કારકિર્દીની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કમાં નજરે ચડયો હતો. આ ફિલ્મમાં તેણે પ્રિયંકા ચોપરા સાથે કામ કર્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T5E09r
ConversionConversion EmoticonEmoticon