ન્યૂયોર્ક, 14. મે, 2020,ગુરુવાર
વૈજ્ઞાનિકોએ એવો કેમેરો શોધ્યો છે. આ અલ્ટ્રા ફાસ્ટ કેમેરો અમેરિકાની એક જાણીતી કંપનીએ બનાવ્યો છે. સ્માર્ટફોન અને ડીએસએલઆર કેમેરાથી વધુમાં વધુ 1000 ફ્રેમ પ્રતિ સેકન્ડની ગણતરીએ ફોટોગ્રાફી કરી શકો છો. જો કે હવે વૈજ્ઞાનિકોએ એવો કેમેરો તૈયાર કર્યો છે જે 70 ટ્રીલિયન એટલે કે 70 લાખ કરોડ ફ્રેમ પ્રિત સેકન્ડની સ્પીડથી ફોટો લઇ શકે છે. આનો મતલબ કે માત્ર આંખના પલકારામાં કરોડો ફોટા આ કેમરાથી ખેંચી શકાય છે. આ કેમેરો અમેરિકાના કેલિફોર્નિયા ઇન્સિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ તૈયાર કર્યો છે. જો કે આ કેમેરો તૈયાર કરવાનો હેતું માણસો કે વાઇલ્ફ લાઇફ ફોટોગ્રાફી કરવાનો નથી પરંતુ લાઇટ ટ્રાવેલિંગ વેબ અને મોલિકયૂલ ડીકે એટલે કે અણુઓના વિભાજન જેવી ઘટનાઓને કંડારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આ કેમેરાનું નામ કમ્પ્રેસ્ડ અલ્ટ્રાફાસ્ટ સ્પેકટ્રલ ફોટોગ્રાફી રાખવામાં આવ્યું (સીયુએસપી) રાખવામાં આવ્યું છે. આ લેઝર કેમેરાનો ઉપયોગ કરીને ખૂબજ નાના પલ્સ બહાર મોકલે છે જે એક સેકન્ડમાં 70 લાખ કરોડ કિલક કરી શકે છે. આ કેમેરાના સંશોધક વોન્ગનું માનવું છે કે સીયુએસપી કેમેરાની મદદથી લાઇફ સાયન્સ અને મેટા ફિઝિકસ જેવા બીજા ક્ષેત્રોમાં વિવિધ પ્રકારની શોધ કરી શકાશે. એવું માનવામાં આવે છે.
આ કેમેરાની મદદથી બ્રમાંડ અને પૃથ્વી પર આવતા બદલાવોને કેપ્ચર કરી શકાશે. આ લાઉટ અને પ્રોપેગેશન,ન્યૂકલિયર ફયૂઝન,ફોટોનો ટ્રાંસપોર્ટ કલાઉડસ અને બાયોલોજિકલ ટિશ્યુંમાં ઝડપથી થનારા પરીવર્તનની તસ્વીરો કેદ કરશે. એવું નથી અગાઉ પણ આ પ્રકારના અલ્ટ્રા સાઉન્ડ કેમેરા બની ચૂકયા છે છેલ્લે 10 ટ્રીલિયન પ્રતિ સેકન્ડના દરથી ફોટો પાડતા હતા પરંતુ આ કેમેરો મેડિકલ રિસર્ચની નવી જનરેશનના માઇક્રોસ્કોપ્સને ઘણી મદદ કરી શકે છે એટલું જ નહી હોસ્પિટલમાં બ્લડ ટેસ્ટિંગમાં પણ નવી શોધો કરી શકાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LtPLSI
ConversionConversion EmoticonEmoticon