નડિયાદ, તા.13 મે 2020, બુધવાર
ખેડા જિલ્લામાં આવેલ પ્રધાનમંત્રીનું આર્થિક પેકેજ દિવસભર ટોક ઓફ ધ ટાઉન રહ્યું હતું. નાણાંમંત્રીએ રજૂ કરેલ આર્થિક પેકેજની યોજનાઓને માટે ક્યાંક અસમંજસની તો ક્યાંક આવકારની ચર્ચાઓ દિવસભર ચાલી હતી.
ખેડા જિલ્લાના ૧૦૦૦થી વધુ નાના તથા મધ્યમ ઉદ્યોગોને નવી ફેક્ટરી નાંખવા કે પછી કાર્યરત્ ઉદ્યોગમાં ખોટને પહોંચી વળવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી બેંક લોનમાં વ્યાજ સહાય માટેની કરોડો રૃપિયાની સબસીડી મળશે.
વીસ લાખ કરોડનું આર્થિક પેકેજ રજૂ કરીને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાને પાંચ આધારસ્તંભો ગણાવ્યા હતા. જેમાં અર્થવ્યવસ્થા, માળખાગત્ સુવિધા, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડીમાન્ડનો સમાવેશ કર્યો હતો. આ આધારસ્તંભોને માધ્યમમાં રાખીને વીસ લાખ કરોડના આર્થિક પેકેજ સંદર્ભે નાણાંંમંત્રી નિર્મલા સિતારામે આજે પહેલા તબક્કામાં જે જાહેરાતો કરી હતી તેને જિલ્લાના નાના ઉદ્યોગો, પગારદાર કર્મચારીઓ, ખેડૂતો, રાશનકાર્ડ ધારકો, વગેરેએ આવકાર્યુ ંહતું. ૧૫,૦૦૦થી ઓછા પગારદારોને ઇપીએફ ચૂકવાતા ૭૨,૨૨,૦૦૦ કર્મચારીઓને લાભ મળશે. એ જ રીતે વીજ કંપનીઓને પણ ૯૦,૦૦૦ કરોડની સહાય મળવાથી જિલ્લાવાસીઓેને તેનો સીધો લાભ મળશે.
દેશના ૪૫ લાખ નાના અને મધ્યમ ઉદ્યોગો પૈકી ખેડા જિલ્લાના ૧ કરોડથી પાંચ કરોડનું ટર્ન ઓવર ધરાવતા ૧૦૦૦ જેટલા ઉદ્યોગોને સહાય મળશે. જેને જિલ્લાના રાજકીય આગેવાનો, ભાજપ પક્ષપ્રમુખ, સ્થાનિક ધારાસભ્યો ઉપરાંત માતર અને મહેમદાવાદના ધારાસભ્યએ આવકાર્યા હતા. જ્યારે કોંગ્રેસી નેતાઓએ આ અંગે જિલ્લા કક્ષાએથી કોઇપણ કોમેન્ટ કરવાનું ટાળ્યું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fJ95t3
ConversionConversion EmoticonEmoticon