હોલીવૂડની અભિનેત્રી ક્રિસ્ટન બેલ ડેક્સ શેફર્ડને પરણી છે ૨૦૧૩માં બંનેએ લગ્ન કર્યા અને હવે બે દીકરીઓના માતા-પિતા છે. ગુડ પ્લેસની કલાકાર ક્રિસ્ટને કહ્યું કે એ રીયાલિટી શોના સ્ટાર શેફર્ડને ૨૦૧૨ માં ર મળી. પણ જો એ શેફર્ડને ૨૦૦૧માં મળી હોત તો બંનેના લગ્ન ન થયા હોત.
ક્રિસ્ટને કહ્યું કે જીવનમાં એ તબક્કે એ લગ્નપ્રથામાં માનતી જ નહોતી. એને અનેક પુરુષમિત્રો હતા અને વિશ્વમાં 'સોલ મેટ' ના અસ્તિત્ત્વ વિશે એ અજાણ હતી. આજે એ ભૂતકાળમાં ડોકિયું કરીને જુએ છે તો લાગે છે કે એના વિચારો સાવ બદલાઈ ગયા છે.
એક ટેલીવીઝન પર આપતા ચેટ શોમાં ક્રિસ્ટને આ ધડાકો કર્યો હતો. એણે કહ્યું કે એ શેફર્ડને મળતા વેત પ્રેમમાં ન'તી પડી. હકીકતમાં એ બહુ બોલકો લાગ્યો હતો. જોકે પહેલી મુલાકાતના બે-ત્રણ અઠવાડિયા પછી બંને ખુલ્લેઆમ ફ્લર્ટ કરવા લાગ્યા હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aOIJTg
ConversionConversion EmoticonEmoticon