ટોમ ક્રુઝની ફિલ્મ કોરોના વાઈરસની લપેટમાં: શૂટિંગ સ્થગિત રખાયું


કોરોના વાઈરસના કહરે હોલીવુડને પણ પોતાની ઝપેટમાં લઈ લીધું છે. યુરોપના દેશોમાં ટોમ ક્રુઝની મિશન ઈમ્પોસિબલનું શૂટિંગ થંભાવી દેવામાં આવ્યું છે. આ લોકપ્રિય ફ્રેન્ચાઈઝના સાતમા મણકાનું શૂટિંગ વેનિસમાં થવાનું હતું. પણ આ યોજના હાલ તુરંત પડતી મૂકાઈ છે.

ઈટાલીમાં કોરોનાવાઈરસના પાંચ-સાત કેસ નોંધાયા છે. એટલે પ્રોડક્શન હાઉસે શૂટિંગ યુરોપના બીજા દેશમાં કરવાનું પણ વિચાર્યું હતું. પરંતુ એ દેશોમાં પણ આ રોગચાળાના શંકાસ્પદ દર્દીઓ હોવાનું જાહેર થતા યુનિટે શૂટિંગ રદ જ કરી નાખ્યું.

હવે ટોમક્રુઝ પોતે એકાંતવાસમાં ચાલ્યો ગયો છે. એણે ઝાઝુ હળવાભળવાનું બંધ કરી દીધું છે. આનું ચેઈન રીએક્શન આવ્યું છે. એ પછીના મણકાની રિલીઝ ડેટ પણ પાછી ઠેલાઈ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Q9BJsn
Previous
Next Post »