મેં ટી.વી. પર ઘણું કામ કર્યું છે. આટલાં વર્ષ સુધી કામ કર્યા પછી હું પસંદગીના પાત્રો જ ભજવવાની તરફેણમાં કરું છું. હવે મને જેટલી ઓફર થાય તે ભૂમિકાઓ હું સ્વીકારી નથી લેતી.
પલ્લવી જોશીએ બાળકલાકાર તરીકે અભિનય ક્ષેત્રે કદમ માંડયા ત્યારથી લઈને અત્યાર સુધી, એટલે કે ૪૫ વર્ષથી તે એક્ટિંગ કરી રહી છે. સ્વાભાવિક રીતે જ આ ક્ષેત્રના કોઈપણ પ્રશ્નનો જવાબ તેની પાસે હોવાનો જ. આ વાત સર્વવિદિત છે કે હિન્દી ફિલ્મોમાં અભિનેતાઓ લાંબા વર્ષો સુધી, એટલે કે ચાળીસ-પચાસ વર્ષની વય સુધી મુખ્ય કે રોમાન્ટિક ભૂમિકાઓ ભજવતાં રહે છે. જ્યારે અભિનેત્રીઓ પાંત્રીસેક વર્ષની થાય એટલે તેમની મુખ્ય પાત્રો ભજવવાની તક નહીંવત્ થઈ જાય છે.
પલ્લવી જોશી આનું કારણ સમજાવતાં કહે છે કે અભિનેત્રીઓ તેમની સગીરાવસ્થામાં જ મુખ્ય નાયિકા તરીકે કામ કરવાનું શરૂ કરી દે છે. જ્યારે અભિનેતાઓ ૨૭ થી ૨૮ વર્ષના ન થાય ત્યાં સુધી મુખ્ય નાયકની ભૂમિકા નથી ભજવી શકતા. તે રેખા, કરિશ્મા કપૂર, હેમા માલિની, ડિમ્પલ કાપડિયા જેવી અભિનેત્રીઓના ઉદાહરણ આપતાં કહે છે કે આ બધી અદાકારાઓએ ૧૬ થી ૧૭ વર્ષની વયમાં જ ભારે લોકપ્રિયતા હાંસલ કરી લીધી હતી.
સંખ્યાબંધ હિન્દી તેમ જ મરાઠી ફિલ્મો ઉપરાંત ટચૂકડા પડદે કામ કરનાર પલ્લવી જોશી કહે છે કે મેં ટી.વી. પર ઘણું નિર્માણ કાર્ય પણ કર્યું છે. અને આટલાં વર્ષ સુધી કામ કર્યા પછી હું પસંદગીના પાત્રો જ ભજવવાની તરફેણમાં કરું છું. હવે મને જેટલી ભૂમિકાઓ ઓફર થાય તે બધી હું સ્વીકારી નથી લેતી.
અભિનેત્રીને એ વાતની ખુશી છે કે ખાન કલાકારોને પણ એ વાતની અનુભૂતિ થઈ ગઈ છે કે હવે તેમના રોમાંટિક પાત્રો ભજવવાના દિવસો પૂરાં થઈગયા છે. તે કહે છે કે શાહરૂખ, સલમાન અને આમિર ખાન ભલે તેમની ફિલ્મોમાં ડાન્સ કરતાં હશે. પણ શાહરૂખે વર્ષ ૨૦૧૬માં 'ડીઅર જિંદગી' કરી. આમિરે પણ આ વર્ષમાં જ 'દંગલ' કરી તે દર્શાવે છે કે તેમને તેમની વધતી જતી વયનો અહસાસ છે. જોકે અદાકારા મજાકના સૂરમાં કહે છે કે રજનીકાંત તેમાં અપવાદ છે. તે કદાચ ૯૦ વર્ષની વય સુધી મુખ્ય નાયક બની રહેશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38Iuzl7
ConversionConversion EmoticonEmoticon