મેં મારી પહેલી ફિલ્મ દેવ આનંદ સાથે કરી હતી. તેથી મેં મારું નામ અક્ષય આનંદ કરી નાખ્યું. જોકે હવે ટી.વી.તેમ જ ફિલ્મોદ્યોગમાં બધા કલાકારોને એકસમાન રીતે આવકાર મળી રહ્યો છે.
ટચૂકડા પડદાના દર્શકો માટે અક્ષય આનંદનું નામ અજાણ્યું ન જ હોય. છેલ્લા ત્રણ દશકથી અભિનય ક્ષેત્રે કાર્યરત આ કલાકારે તેની કારકિર્દીનો આરંભ ભલે ફિલ્મોથી કર્યો હતો. પરંતુ સંખ્યાબંધ ટી.વી. શોઝમાં કામ કર્યા પછી ટચૂકડા પડદાના દર્શકોમાં પણ તે એટલો જ જાણીતો બની ગયો છે. આજની તારીખમાં સિરિયલોમાં કંઇકેટલાય નવા ચહેરા જોવા મળી રહ્યાં છે.દેશભરમાંથી અને વિદેશમાંથી પણ કલાકારો સિરિયલોમાં કામ કરવા મુંબઇની ધરતી પર ઉતરી આવે છે. આવા સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ અક્ષયે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે એ વાત નાનીસુની ન જ ગણાય.આમ છતાં અભિનેતાને એમ લાગે છે કે તેને પોતાનું મૂલ્ય દર્શાવતા ન આવડયું.
હાલના તબક્કે 'અક દૂજે કે વાસ્તે-૨'માં કામ કરી રહેલો અક્ષય કહે છે કે અગાઉ ક્યારેય અમે શોના પ્રચાર-પ્રસાર વિશે નહોતા વિચારતા.સર્જકો મારી લોકપ્રિયતા જોઇને જ મને કામ આપતાં. પણ હવે નવા કલાકારો જે રીતે પોતાને પ્રમોટ કરી રહ્યાં છે તે જોતાં મને એમ લાગે છે કે મને મારું માર્કેટિંગ કરતાં ન આવડયું. જો મેં સ્વયં મારું મૂલ્ય દર્શાવ્યું હોત તો હજી વધુ કીર્ર્તિ-કલદાર કમાવી શક્યો હોત.
અક્ષયે સંખ્યાબંધ શોઝમાં કામ કર્યું હોવા છતાં તેને તેની વર્તમાન ધારાવાહિક વધુ પ્રિય છે. આનું કારણ આપતાં તે કહે છે કે તેમાં મારો રોલ ભારતીય સેના માટે યુધ્ધ માટેના ઉપકરણો બનાવતી વ્યક્તિનો છે. વાસ્તવમાં હું ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂકેલા પિતાનો પુત્ર છું. મારા પિતા ભારતીય સેનાના અશ્વદળમાં ફરજ બજાવતાં હતાં.
મારું મૂળ નામ જ્હોન ગાર્ડનર છે. પરંતુ હું જ્યારે હિન્દી ફિલ્મોદ્યોગમાં પ્રવેશ્યો ત્યારે મને એમ લાગતું હતું કે આ નામ પર મને કોઇ કામ નહીં આપે. મેં મારી પહેલી ફિલ્મ દેવ આનંદ સાથે કરી હતી. તેથી મેં મારું નામ અક્ષય આનંદ કરી નાખ્યું. જોકે હવે સમય બદલાયો છે. અને ટી.વી. તેમ જ ફિલ્મોદ્યોગમાં બધા કલાકારોને એકસમાન રીતે આવકાર મળી રહ્યો છે. તેથી ઘણી વખત મને પણ ફરીથી મારું મૂળ નામ ધારણ કરવાનું મન થાય છે. પરંતુ મારા મહત્વના બધા જ દસ્તાવેજોમાં મારું નામ અક્ષય આનંદ હોવાથી હું તેમ કરતો નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38P3Ymq
ConversionConversion EmoticonEmoticon