મુંબઇ,13 માર્ચ 2020 ગુરૂવાર
દિગ્દર્શક નીરજ પાંડે બોલીવૂડના એ ડાયરેકટર્સોમાંનો છે જે હંમેશા ફિલ્મ માટે અલગ વિષય પસંદ કરતા હોય છે. તેણે ' અ વેનસ ડે, સ્પેશિયલ ૨૬, બેબી, એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી અને અય્યારી જેવી ફિલ્મોનું ડાયરેકશન કર્યું છે. હવે તે અજય દેવગણ સાથે ચાણક્યના જીવન પર ફિલ્મ બનાવાનો છે. '' અજય મને ચાણક્યના પાત્ર માટે યોગ્ય લાગ્યો છે. દર્શકો ફિલ્મ જોઇને મારા આ નિર્ણય સાથે સંમત થશે તેવી મને આશા છે. આ પાત્ર માટે એક ઉત્તમ અભિનેતા જોઇતો હતો જે મને અજયમાં જોવા મળ્યો. અમે ચાણક્યની જીવનકથની પર ત્રણ-ચાર વરસથી કામ કરી રહ્યા છીએ. અજય તો બે વરસ પહેલા જ મારી આ ફિલ્મ સાથે જોડાઇ ગયો છે. તે આ ફિલ્મ માટે ઉત્સાહિત છે, તેમ નિરજ પાંડે એ જણાવ્યું હતું. ચંદ્રગુપ્તના પાત્ર વિશે નીરજે જણાવ્યુ હતુ કે, કદાચ, આ ફિલ્મમાં તચંદ્રગુપ્ત મોર્યનું પાત્ર નહીં હોય. અઢી કલાકની ફિલ્મમાં આ પાત્ર સમાવવું મુશ્કેલ છે.
આ ફિલ્મ માત્ર ચાણક્ય પર જ ફોકસ કરશે. જો દર્શકોને આ ફિલ્મ પસંદ પડશે તો બીજા ભાગમાં અમે ચંદ્રગુપ્તના પાત્રને સમાવી શકીએ. અજય સુધી હજી અન્ય કોઇ કાસ્ટ માટે નિર્ણય લેવાયો નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qelg6e
ConversionConversion EmoticonEmoticon