સેવાલિયા પાસે 150 કિલો ગૌવંશના અવશેષો રિક્ષામાં લઈ જતા બે ઝડપાયા


નડિયાદ,તા.12 માર્ચ 2020, ગુરુવાર

સેવાલીયા નજીક થી ગૌરક્ષકોએ ગૌ વંશના અવશેષોનો જથ્થો ઝડપી પાડયો હતો.આ બનાવ અંગે સેવાલીયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સેવાલીયાના  એચ.પી.પેટ્રોપંપ નજીક  ગૌરક્ષકની ટીમે ગૌ માંસનો જથ્થો ઝડપી પાડયો હતો.જેમાં ઇમરાનભાઇ ઇકબાલભાઇ તુરી અને વિષ્ણુભાઇ જયંતીભાઇ રોહિતને સી.એન.જી રીક્ષામાં ૧૫૦ કિ.લો ચામડાના જથ્થાની હેરાફેરી કરતા ઝડપાઇ ગયા હતા.પોલીસ ટીમે ઉપરોક્ત બંને વ્યક્તિઓ અને સી.એન.જી.રીક્ષા કિ.રૂા ૫૦,૦૦૦ ઝડપી પાડી હતી.આ બાદ પોલીસ ટીમે ઉપરોક્ત બંને વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરતા યુનુશભાઇ મહંમદભાઇ કુરેશી, રજ્જાકહુસેન મહંમહહુસેન બેલીમ, ઇબ્રાહિમભાઇ અહેમદભાઇ કુરેશી અને સલીમભાઇ હસનમહંમદ બેલીમ પાસેથી જથ્થો લાવ્યા હોવાની કબુલાત ઉપરોક્ત બંને વ્યક્તિઓએ કરી હતી. પોલીસ ટીમે ૧૫૦ કિ. લો ગૌવંશ ચામડુ કિ. રૂા. ૧૫, ૦૦૦ અને સી. એન. જી. રીક્ષા કિ. રૂા. ૫૦, ૦૦૦ એમ મળી કુલ રૂા. ૬૫, ૦૦૦ ના  મૂદામાલ ઝડપી પાડયો હતો.

આ બનાવ અંગે કરશનભાઇ હીરાભાઇ ભરવાડ રહે,ગરમપુરા માલવણ તા.ગળતેશ્વરે સેવાલીયા પોલીસ મથકે છ વ્યક્તિઓ વિરુધ્દ ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સેવાલીયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TUEZbS
Previous
Next Post »