હું છેલ્લા ૪૦ વર્ષથી કામ કરું છું પણ હું નથી માનતો કે એક ફિલ્મનું શુટિંગ કરતાં હોઈએ અને તે સાથે બીજી ફિલ્મનું શુટિંગ કરવામાં કોઈ મુશ્કેલી નડી હોય.
'અનુભવ અને દક્ષતા વયની સાથે આવે છે. જ્યારે આપણે યુવાન હોઈએ ત્યારે આપણે ઘણા બધા કામ કરી શકીએ છીએ, પણ પછી આપણે એ બધુ કરી નથી શકતા.
સંજય દત્તે ફિલ્મ કારકિર્દીમાં જેટલી ચડતીપડતી જોઈ હશે એ કોઈએ જોઈ નહીં હોય, છતાંય આજેય એ ટકી રહ્યો છે તે આવકાર્ય છે અને તેનું કારણ છે તેની અભિનયક્ષમતા અને ફિલ્મસર્જકો-કલાકારો સાથે જાળવી રાખેલા સંબંધો પણ છે. અત્યારે-છેલ્લે તેણે 'પાનીપત' માં પોતાની ક્ષમતા બતાવી. તેના ચાહકોના દિલ જરૂર જીત્યા. હજુ તેની કેટલીક ફિલ્મો જરૂર આવી રહી છે, એ પહેલાં જાણી લઈએ ૬૦ વર્ષના અભિનેતાની હવે પછીની યોજના અને બોલીવૂડ અંગે તેના વિચારો. તો ચાલો વાતો કરીએ આ સુનીલ દત્ત પુત્ર સંજય દત્ત સાથે.
મહેશ ભટ્ટની ફિલ્મ 'નામ' માં આશુતોષ ગોવારિકર તમારો સહકલાક હતો, 'પાનીપત'માં એક ડિરેક્ટર સાથે કામ કરવાનો અનુભવો કેવા રહ્યાં?: સંજય દત્ત કહે છે, 'ખરેખર ઉત્તમ, અસાધારણ. 'નામ'માં એ કાર ડ્રાઈવર બન્યો હતો, અમે આ ફિલ્મ સાથે ખૂબ સારી રીતે સંકળાયેલા અને એ પછી બંને જુદા જુદા માર્ગે આગળ વધ્યા. અફઘાનિસ્તાનના પિતા કહેવાતા અહમદ શાહ અબ્દાલીની જેવા રોલ માટે મારી પાસે એ આવ્યા એનો મને ઘણો આનંદ થયો, પણ એમાં મને કોઈ આશ્ચર્ય નથી થયું.'
આ રૉલ માટે કોઈ મુશ્કેલી-મૂંઝવણ?: સંજય દત્ત કહે છે, 'કશું નહીં અનુભવ્યું. પણ એ માટે આશુનો આભાર માનું છું. ઈતિહાસમાં શું થયું હતું એ અમે દર્શાવ્યું છે અને એ એક રિયલ કેરેક્ટર છે. આ કેરેક્ટરના ઘણાં શેડ્સ છે અને ખરેખર અદ્ભુત છે. તેની કોમમાં ભારે અંધાધૂલી સર્જાવેલી હતી, ત્યારે તે ભારતમાં આવે છે અને એ યુદ્ધ લડે છે, જે લડવાનો તેનો ઈરાદો નહોતો પણ અમે એનું ખૂબ સારું ચિત્રણ કર્યું છે અને હા, મારી ચાલમાં પણ મેં તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. આસુ એ વાતનું કાયમ ખાસ ધ્યાન રાખતા. તેઓ મને કહેતા રહેતા કે 'સંજુ, આપણને અહમદ શાહ અબ્દાલી જોઈએ છે' પણ નાની બાબતોની પણ મોટી અસર થઈ શકે છે જ્યારે એક્ટર તેને કેવી રીતે પેશ કરે છે તેના પરથી.'
છેલ્લા ૧૮ મહિનામાં તમે 'કલંક' (૨૦૧૯), 'પ્રસ્થાનમ્' અને 'તોરબાઝ'નું શુટિંગ કર્યું. ઝડપી સફળતા અથવા તો સાથે આગળ વધી શકાય એ ધ્યાનમાં રાખીને આ ફિલ્મો શૂટ કરવામાં આવી?: સંજય દત્ત કહે છે, 'હું નથી માનતો કે એક ફિલ્મનું શુટિંગ કરતાં હોઈએ અને તે સાથે બીજી ફિલ્મનું શુટિંગ કરવામાં કોઈ મુશ્કેલી નડી હોય. હું છેલ્લા ૪૦ વર્ષથી કામ કરું છું. આગળ, પણ એક એક્ટર માટે એક સાથે એકથી વધુ પ્રોજેક્ટ પર કામ કરવાનું મુશ્કેલ હતું, આ બધુ સહજ હોય છે. દરેક ફિલ્મના નિર્માતાનું કામ હોય છે બધાને સાથે લઈને આગળ વધવાનું. મારા વ્યવસાયને લાગેવળગે છે ત્યાં સુધી હું સીધે માર્ગે આગળ વધી રહ્યો છું અને એ મારા માટે ઘણું જ મહત્ત્વનું છે. મારા માટે અબ્દાલી અંગે બધુ જ જણાવું ખૂબ જરૂરી હતું કે ક્યારે શું બન્યું હતું અને શા માટે બન્યું હતું. આસુએ મને એ બધી જ વિગતો પૂરી પાડી, જે મને ખૂબ જ ઉપયોગી થઈ પડી.'
આસુતોષે તમારા માટે અન્ય એક નિરીક્ષણ કર્યું છે. તેમને એવું લાગ્યું છે કે તમે વધુ શાંત પડયા છો અને પહેલા કરતા વધુ ફોકસ તમારા કામ પ્રત્યે રાખો છો, પણ તમે કારકિર્દીના અત્યારના સ્તરે તમે તમારી પુન: શોધ માટે અગાઉ કરતાં વધુ અધિરા બની ગયા છો?: સંજય દત્ત કહે, 'એક એક્ટર તરીકે હું અત્યારે વાસ્તવમાં ક્યાં છું એની મને જાણ નથી, પણ મને એ વાતની જાણ છે મારી સાથે સંલગ્ન હોય એના પાત્રો ભજવવા મારે કામ કરતાં રહેવું તેની મને જાણ છે.
હું કાયમ મારા કામ પર ફોકસ રાખતો આવ્યો છું. બની શકે મેં જે રીતે કામ કર્યું છે, એથી એ નજરે નહીં પડયું હોય અથવા અગાઉ મેં જે રીતે કામ કર્યું એ લોકોએ નહીં નિહાળ્યું હોય. મેં 'નામ', 'સડક' (૧૯૯૧), 'સાજન' (૧૯૯૧), 'મુન્નાભાઈ એમબીબીએસ' અને 'અગ્નિપથ' (૨૦૧૨) આ ફિલ્મો કરી અને તેમાં જે પ્રકારની ભૂમિકા ભજવી એ બધી જ સંકુલ - કોમ્પ્લેક્ષ રૉલ્સ પર આધારિત હતી. કોઈપણ પ્રકારના ફોકસ વિના આ બધા પાત્રો મેં ભજવ્યા હોત તો તે સંપૂર્ણપણે નુકસાન - હાનિકારક સાબિત થયા હોત. જો અભિનેતાએ સંપૂર્ણ સભાનતા રાખીને ન ભજવ્યા હોત તો તે સફળ થઈ શક્યા ન હોત. હું અત્યારે પણ નવા અને વધુ મુશ્કેલ રૉલ્સ કરવાના પ્રયત્ન કરું છું.
હું કહીશ હા, લોકો મારા માટે પડકારરૂપ ભૂમિકા લઈને એ માટે જ આવે છે, પણ હું સારી રીતે એ ભૂમિકા ભજવી શકું એ માટે મને તેઓ પર્યાપ્ત સ્પેસ પણ આપે છે. ૨૦ વર્ષ પહેલા હું જે ઝોનમાં હતો, એ ઝોનમાં હું અત્યારે નથી. હું સારું કામ કરવા ઈચ્છું છું, અને એ પણ એક ચોક્કસ વય પછી - જેવું અમેરિકાના કલાકારો કરે છે. મેલ ગિબ્સન, કેવિન કોસ્ટનેર અથવા રોબર્ટ ડી નિરોને જુઓ. તેઓ આ ઉંમરે પણ માની નહીં શકાય એવું અદ્ભુત કામ કરી શકે છે અને હું મારા દર્શકો માટે એ પ્રકારનું કામ કરી શકું છું તેનો મને આનંદ છે. એ વાસ્તવિક્તા સાથે તમારે કામ કરવાનું છે કે હવે તમારી વય થઈ છે અને તમે ઉછળકૂદ કરી શકો એમ નથી. મેં એ સ્વીકાર્યું છે અને એક એક્ટર તરીકે હું એ સારા ઝોનમાં છું. કાર્તિક આર્યન અને આયુષ્યમાન ખુરાના આજે જે કરી શકે છે તે હું કરી શકું નહીં. તેઓ આજની જનરેશનના હીરો છે, જેઓ દરેક પ્રકારના રોમાન્સ અને ગીતો ગાઈ શકે છે.'
... તો શું આજે તમે ૨૦ વર્ષ પહેલા કરતા એ પ્રકારની ભૂમિકાને ન્યાય નહીં આપી શકો?: સંજય દત્ત કહે, 'તમને ખબર હશે, આ એક તબક્કા હોય છે જે આવે છે ને જાય છે. 'હીરોઈઝમ' સિનેમાનું એક મજબૂત માધ્યમ છે અને તે હંમેશા રહેશે. દક્ષિણની ફિલ્મોમાં જુઓ હીરો કદી મરશે નહીં. અને હીરોગીરી કદીય ફેશનમાંથી બહાર જશે નહીં. હિન્દી સિનેમામાં તમે રોહિત શેટ્ટીને જુઓ. તેમની ફિલ્મો જેવી કે 'સિંઘમ્' (૨૦૧૧) અને 'સિમ્બા'(૨૦૧૮) એ બધા જ હીરોત્વ ધરાવતા પોલીસ હતા. અંતે તો હીરો પાછા આવશે જ. હું ટિપિકલ 'હીરો' તરીકે લાંબો સમય ટકી શક્યો નહોતો. હું તો ડેન્ઝેલ વોશિંગ્ટન તેમની ફિલ્મોમાં કામ કરે છે, એવા પ્રકારના રોલ કરી શકું છું. તેઓ વૃદ્ધ થયા છે, પણ ફિલ્મ તેમની આસપાસ જ ફરતી હોય છે. હું વાર્તા નથી લખતો, પણ હું એ પ્રકારનું સૂચન કરું છું કે હું એ પ્રકારની ભૂમિકા ભજવી શકું છું. વયસ્ક એક્શન હીરોની ભૂમિકા ભજવવામાં મને હંમેશા રસ રહ્યો છે. બેશક, આ પ્રકારની ભૂમિકાનો આપણે ત્યાં હજુ સ્વીકાર થયો નથી, પણ આપણે ત્યાં જરૂર પહોંચી શકીએ. 'સડક-૨' એનું ઉદાહરણ બની શકે.
તમે આસુતોષ ગોવારિકર, ચન્કી પાંડે, જેકી શ્રોફ, પૂજા ભટ્ટ, મનીષા કોઈરાલા અને મહેશ ભટ્ટ જેવા તમારા ભૂતપૂર્વ સાથીદારો સાથે કામ કર્યું છે. ઘણાં વર્ષો પછી તમે હવે એવું કામ કરી શકો?: સંજય દત્ત કહે, 'અનુભવ અને દક્ષતા વયની સાથે આવે છે. જ્યારે આપણે યુવાન હોઈએ ત્યારે આપણે ઘણા બધા કામ કરી શકીએ છીએ, પણ પછી આપણે એ બધુ કરી નથી શકતા. આજે જ્યારે હું મારા ભૂતપૂર્વ સાથી કલાકારોને મળું છું ત્યારે અમે ઘણી જૂની વાતોને યાદ કરીએ છીએ. અમે બધાએ બહુ સરસ સફર કરી હતી. અમે એકબીજાના ઘણા નિકટ છીએ. આમ છતાં આવું બધુ બનતું હોય છે.
પછી જેકી હોય, અનિલજી અથવા ચન્કી હોય. એ જરૂરી નથી કે કોણ ચમકી રહ્યું છે. અમે બધા સાથે છીએ, સંયુક્ત છીએ, જે અત્યારે ઈન્ડસ્ટ્રીમાં દેખાતું નથી. હું આશા રાખું છું કે આ ફેરફાર આવ્યો છે તેનું કારણ ઈન્ડસ્ટ્રી હવે મોટી બની ગઈ, અમે બધા એક જ પરિવારના છીએ અને અમારે આ બધુ ભૂલવું નહીં જોઈએ. આજની સ્થિતિ ઘણી કારકિર્દીલક્ષી અને વ્યાવસાયિક બની ગઈ છે, પણ બધાએ સારા અને નરસા સમયે એકબીજાની પડખે જરૂર ઊભા રહેવું જોઈએ.'
તાજેતરમાં સોશિયલ મીડિયા પર તમારા અને રિશી કપૂર-નીતુ સિંહની તસવીર જોઈ, જેમાં ઘણી લાગણીભરી પળો નજરે પડતી હતી...: સંજય દત્ત કહે, 'ચિન્ટુસર અને મેં ઘણી બધી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. એક અભિનેતા અને એક વ્યક્તિ તરીકે હું તેમની સરાહના કરું છું. તેઓ અમેરિકામાં સારવાર લઈ રહ્યા હતા, ત્યારે હું તેમની ત્યાં મુલાકાત લેવા જઈ શક્યો નહોતો. આમ છતાં હું તેમની સાથે અને નીતુજી સાથે સંપર્કમાં રહેતો હતો. હું જેલમાં હતો ત્યારે તેઓ પણ મારા સંપર્કમાં રહેતા. મને પ્રવાસ માટે વિઝા નહોતા મળ્યા, પણ શક્ય હોય ત્યાં સુધી હું તેમની પડખે રહ્યો હતો. તેઓ જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે હું ખૂબ જ લાગણીવશ થઈ ગયો હતો અને મેં તેમની સાથે થોડી સમય વિતાવ્યો હતો, જોકે એ સમય એક એક્ટર તરીકે અથવા ફિલ્મજગતની એક વ્યક્તિ તરીકે નહીં, પણ મોટા ભાઈ તરીકે!'
આમ કહીં, સંજય દત્તે તેની મુલાકાત પૂરી કરી. તેમની સાથેની વાત પરથી એવું લાગે છે કે ભૂતકાળમાં જે કંઈ થઈ ગયું એ ભૂલીને આ કલાકારની એક સંવેદનશીલ અને ભાવુક વ્યક્તિ તરીકે જરૂર સરાહના કરી શકાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U2jsy7
ConversionConversion EmoticonEmoticon