50નાં હો કે 70નાં, ''એજ એપ્રોપ્રીએટ'' એટલે કે વયને અનુરૂપ વસ્ત્રો પહેરવાનો જમાનો એટલીસ્ટ હોલીવુડમાંથી ગયો


ડ્રેસ યોર એજ ઈઝ ગોન. સામાન્ય રીતે કહેવાનું હોય છે કે કોઈ પણ સ્ત્રીએ ગરિમાપૂર્વક રહેવું હોય તો વયને અનુરૂપ પોષાક પહેરવા જોઈએ. પરંતુ હોલાવુડની મધ્યવ્યસ્ક અને વૃધ્ધ સેલિબ્રિટીઓએ આ માન્યતા ખોટી ઠરાવી છે. લોકોની નજરો અથવા ધારાણાની પરવા કર્યા વિના ૭૧ની ચેર હોય કે ૫૭ની મેડોના, આ સેલિબ્રિટીઓએ સેક્સી વસ્ત્રો પહેરીને પાર્ટીઓમાં, સમારંભમાં ધૂમ મચાવી હતી.

હેલેના ક્રિસ્ટન્સન (ઉંમર-૫૦)

આ ભૂતપૂર્વ સુપરમોડેલે એક પાર્ટીમાં એવો ડ્રેસ પહેર્યો કે જોનારા જોઈ રહ્યા, ઈવન યુવાનો પણ આની મોહજાળમાં તણાયા. આ પાર્ટી ગિગિ હદિદની હતી અને બોલીવુડ આ સમારંભમાં ઉમટયું હતું. નાઓમી કેમ્પબેલે એને સસ્તી પ્રસિદ્ધિ લેખાવી. પણ  તુરંત જ ફેશન મેગેઝિનની ભૂતપૂર્વ એડિટર હેલેનાની પડખે આવી ઊભી રહી. એણે કહ્યું ૫૦ની થઈ તો શું થયું. પ્રત્યેક સ્ત્રીને એની મરજી મુજબના પોષાક પહેરવાનો અધિકાર છે.

ચેર(ઉંમર-૭૧)

હદિદ અને કાર્દાશિયા પહેલા પણ હોલીવુડમાં ગ્લેમર નામનું તત્ત્વ હતું. ચેર એ પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. ૨૦૧૭ માં એક સમારંભમાં આ દાદીમાં એટલું નાચ્યા કે પાર્ટીમાં હાજર સહુ દંગ રહી ગયા. કોઈકે એને ઉંમરને શોભે એવા પોષાક પહેરવાની સલાહ આપી. જે ચેરે બિલકુલ ન ગણકારી.

મારિઆ કેરી (ઉંમર-૪૬)

૪૬ની આ અભિનેત્રી એક લગ્નપ્રસંગે 'સી થુ્ર ડ્રેસ' પહેરીને આવી. ઉપરથી આ તસવીર એણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પણ મૂકી. કોઈકે ટ્વિટર પર કહ્યું કે ''તુ હવે ૨૬ની નથી અને વયને છાજે એવા કપડાં પહેરવા જોઈએ-થોડીક શાલીન બન. પરંતુ મારિઆના ચાહકોએ આ હિંમત બદલ બિરદાવી પણ.

જેનિફર લોપેઝ (ઉંમર-૫૦)

સુપર બાઉલ હાફટાઈમ શો માં એણે શકીરા સાથે ધમાલ મચાવી દીધી. ગીત-સંગીત તો ઠીક, પણ  એણે પહેરેલો લીલા રંગના ડ્રેસે બબાલ મચાવી દીધી. બધા કેમેરાના લેન્સ જેનિફરની કાયા તરફ તકાયા. જેનિફરનું કદ હોલીવુડમાં એટલું છે કે એની ટીકા કરવાની હિંમત કોઈએ ન દાખવી. ઉલટ, આ મિડલ એજ વુમનનાં ડ્રેસ અને ડ્રેસસૂઝના વખાણ થયા.

મેડોના (ઉંમર-૫૭)

૨૦૧૫ માં ગ્રેમી એવોર્ડ સમારંભમાં મેડોનાનો ડ્રેસ જોઈને ઉપસ્થિત સેલિબ્રિટીઓની આંખો ફાટી ગઈ. ૨૦૧૬ માં અન્ય એક સમારંભમાં પણ મેડોનાએ સેક્સી ડ્રેસ પહેર્યો હતો. કોઈકે એજ અપ્રોપ્રિએટ ડ્રેસ પહેરવાની સલાહ આપી અને મેડોનાની ટીકા કરી. પરંતુ તુરંત મેડોનાના ચાહકોની ફોજ એની મદદે આવી પહોંચી. એમણે કહ્યું વસ્ત્રો મોડર્ન હતા પણ ડિગ્નિફાઈડ હતા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IGWnMn
Previous
Next Post »