
સાઉથના સુપરસ્ટાર રજનીકાન્તે પૂરેપૂરી તૈયારી સાથે તમિળનાડુના રાજકારણમાં સિક્કો જમાવવા ઉતારવાનું નક્કી કરી લીધું છે. અત્યાર સુધી તેણે તેલ જોયું, તેલની ધાર જોઈ, હવે સમય ગ આવી ગયો છે, એવું તેણે નક્કી કરી લીધું છે અને અત્યાર સુધી લોકોના હૃદયમાં એક સ્ટાર તરીકે ઝળકી હવે એક રાજકારણી તરીકે મેદાનમાં આવવાની તારીખ પણ પાકી કરી લીધી છે. ૧૪ એપ્રિલે તમિળોનું નવું વર્ષ પુથ્થાન્દુ આવે છે અને તે દિવસે આ તમિળ સુપરસ્ટાર એક નવા જ કિરદાર તરીકે લોકો સમક્ષ ઉપસ્થિત થશે.
હજુ ૧૪ જાન્યુઆરીએ આ તમિળ સ્ટાર રજનીકાન્તે તેમના હરીફ ગણાતા અન્નાડીએમકે અને ડીએમકે પર પ્રહારો કર્યા અને તેમની વિચારધારા પર ટીકાસ્ત્રો છોડયા. સદ્ગત 'પેરિયાર' ઈ.વી. રામાસ્વામી પર પૂજ્યભાવ ધરાવનારાને પણ છોડયા નહીં. રજનીકાંતનું ફોકસ 'પેરિયાર' હતા કેમ કે તેઓ હિન્દુ દેવતા અને તેમની પૂજા કરનારા ભણી અણગમો દર્શાવે છે.
સ્વાભાવિક રીતે જ રજનીકાંતે જે પગલું લીધું છે તેનાી દ્રવિડિયન પક્ષોને અપમાન અને અવહેલના લાગશે, પણ સુપરસ્ટારે જે કહ્યું છે તેના પરથી પાછા હઠવાની સાફ ના પાડી દીધી છે એટલે દેખિતી રીતે જ સુપરસ્ટારે યુધ્ધની શરૂઆત પહેલાં જ તેના બાણ ચડાવી દીધા છે.
ચોથી ફેબુ્રઆરીએ જ આ અભિનેતાએ પત્રકારો સમક્ષ એવું કહ્યું હતું કે નાગરિકતા ધારા (સીએએ) વિરુધ્ધ કેટલાક રાજકીય પક્ષો તેમના રાજકીય લાભ અને હિત ખાતર વિરોધ જાગે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. આટલું જ નહીં,નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) તો 'અત્યંત આવશ્યક ' છે. ઘણાં વળી એવું પણ કહે છે કે રજનીકાંત અભિનીત ફિલ્મ 'થાલાઈવર- ૧૬૮' રિલીઝ થવાની તૈયારીમાં છે અને છેલ્લા કેટલાક વર્ષોના ઈતિહાસ પર નજર નાખીશું તો જણાઈ આવશે કે રજનીકાંતતેની ફિલ્મ રિલીઝ થવાની હોય એ પહેલા તેના રાજકીય પ્રભાવને વટાવી ખાવાનો ચોક્કસ પ્રયત્ન કરે જ છે. તાજેતરમાં જ રજનીકાંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
આમ છતાં તે રાજકીય પક્ષની સ્થાપનાને એ વાત વધુ ગતિ આપનારી સાબિત થશે કે તેની જાહેરાત તમિળોના નવા વર્ષ પછી કરવામાં આવે, એવું સુમાહિતગાર વર્તુળોનું માનવું છે. રજનીકાંતે 'તુઘલક' મેગેઝિનના સુવર્ણ જયંતિ ઉજવણી સમારોહમાં પેરિયાર વિરોધી કેટલીક વાતો જરૂર કરી હતી. 'તુઘલક' મેગેઝિન હવે આર.એસ.એસ.ની વિચારસરણીમાં શ્રધ્ધા ધરાવનારા એસ. ગુરુમૂર્તિ ચલાવી રહ્યા છે.
આ ઉપરાંત સીએએ તરફથી રજનીકાંતની નુકતેચી લોકોને એવું પણ વિચારવા પ્રેેરે એમ છે કે તેઓ (રજનીકાંત) ભાજપ સાથે કોઈ એરેન્જમેન્ટ કરીને મેદાનમાં આવવા માગે છે કે શું? જો કે રજનીકાંત પોતે જ આ કલ્પનાનો ઉપહાસ કરે છે અને કહે છે કે રાજકીય પક્ષો ડીએમકે અથવા તો અન્નાડીએમકેનો વિરોધ કરે છે તેમની સામે મોરચો રચી ત્રીજો વિકલ્પ કંડારવાનો પોતાનો ઈરાદો છે.
જો કે, રાજકીય વિશેષજ્ઞાો અને પૃથક્કરણ કરનારા એવું કહે છે કે બે દ્રવિડિયન પક્ષોના મોટા નેતાઓની વિદાય બાદ સર્જાયેલા શૂન્યાવકાશ પૂરવાનો ઈરાદો રજનીકાંતનો હોય એવું લાગે છે. ડીએમકેનું નેતૃત્વ કરુણાનિધિના અવસાન પછી તેમના પુત્ર સ્ટાલિન સંભાળી રહ્યા છે, જે એક શક્તિશાળી કેડર- આધારિત રાજકીય પક્ષ છે. જ્યારે અન્નાડીએમકેનું નેતૃત્વ મુખ્ય પ્રધાન ઈ.કે. પલાની સ્વામી અને નાયબ મુખ્ય પ્રધાન ઓ.પી. પન્નિસેલ્વમ્ બંને સાથે મળીને સંભાળી રહ્યા છે. જોકે ચૂંટણી નજીકમાં જ છે ત્યારે પક્ષના કાર્યકરો અને અગ્રણીઓ સાથે સીધો સંપર્ક ધરાવવાની બંનેને મુશ્કેલી નડી રહી છે.
રજનીકાંતે બે વર્ષ પહેલા રાજકારણમાં જોડાવાની અને રાજકીય પક્ષ રચવાની વાતો કરી હતી. તેણે 'અન્મીગા અરાસિયલ' (સાચા રાજકારણ) નું વચન આપ્યું હતું. જોકે આ માટે તેણે આ ગોલ કેવી રીતે હાંસલ કરી શકાશે, એ અંગે કશું સ્પષ્ટ કહ્યું નહોતું. 'રજની મક્કલ મંડરમ' ના આશ્રય હેઠળ રજનીકાંતે પોતાની ફેન્સ ક્લબથકી તમામ સ્તરે સ્થાનિક સમિતિની રચના જરૂર કરાવી છે. ઘણાં વર્ષોથી રજનીકાંત ચો. રામાસ્વામી ('તુઘલક' ના સદ્ગત તંત્રી) અને તેમના અનુગામી ગુરુમૂર્તિ સાથે નિયમિત રીતે સંપર્કમાં રહે છે, એવું જાણવા મળ્યું છે.
ડિન્ડીગુલની ગાંધીગ્રામ રૂરલ ઈન્સ્ટિટયૂટના ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન અને પોલિટિકલ સાયન્સના ભૂતપૂર્વ વડા જી. પલાનીથુરાઈને એવું લાગે છે કે સમય બદલાવવા તૈયાર થયો છે. 'બે મોટી દ્રવિડિયન પક્ષોમાં ચાલતા ભ્રષ્ટાારથી લોકોનો ભ્રમ દૂર થયો છે. લોકો ભાજપને પાછા લાવી શકે. નાના પક્ષો રજની સાથે જોડાશે. ૨૦૧૬માં ડીએમડીકેના વિજયકાંતે શરૂ કરેલો પીપલ્સ વેલ્ફેર ફ્રન્ટ પણ રજની સાથે સામેલ થઈ શકે છે. દ્રવિડિયનોની લાક્ષણિકવૃત્તિ અને નૈતિક વિચારો ઝાંખા પડી ગયા છે, નિસ્તેજ થઈ ગયા છે, જે રજનીને તેના ટીકાકારો સામે મદદરૂપ બની શકે છે,' એમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન અભિનય ક્ષેત્રની વાત કરીએ ક તોય રજનીકાંતની ફિલ્મો ભૂતકાળમાં જેટલી ધૂમ મચાવતી હતી, એવી ધૂમ હવે મચાવતી હતી. હજુ તાજેતરમાં જ રિલીઝ થયેલી 'દરબાર' નવમી જાન્યુઆરીએ થિયેટરો આવી અને અત્યંત કંગાળ દેખાવ કર્યો આથી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરોએ રજનીકાંતની ઘરની બહાર જ દેખાવો કર્યા અને વળતરની માગણી કરી.
રજનીકાંતના ટીકાકારો કહે છે કે તેની રાજકારણ ભણીની રૂખને વધુ પડતી હાઈપ આપવામાં આવી રહી છે. 'તેઓ પોતાને દ્રવિડિયનોની ખરાબ ગર્વનન્સના મોડેલ' ને નૈસર્ગિક વિકલ્પ તરીકે ઓળખાવે છે, પરંતુ તેઓ કોઈક ખરેખરી વાસ્તવિકતા સાથે સામે નથી આવતા. આમ અત્યારે તો તેમની પાસે કશી જ નવી ઓફર નથી,' એવું કહે છે રાજકીય પૃથક્કરણ કરનારા એન. સાથિયા મૂર્તિ.
આ ઉપરાંત તેમના હરીફો તેમના પરત થયેલા ઈન્કમટેક્સના કેસ અંગે હુમલાખોર જરૂર બની શકે એમ છે, જે તેમની 'મિ. ક્લીન' ની ઈમેજ પર ગંભીર ડાઘ બની શકે છે' એમ તેમણે ઉમેર્યું છે. આમ રજનીકાંત ફરી આવે છે ફિલ્મોમાં નહીં તો રાજકારણમાં પણ અહીં તેણે ખરેખરા વિલનોના હુમલા માટે તૈયાર રહેવાનું છે અને એ પણ મેકઅપ-મેન વિનાના લોહી નિતરતા સાચા ચહેરા સાથે! રજનીકાંત રિટન્સ' કેવી રહેશે?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cWnCAr
ConversionConversion EmoticonEmoticon