પેટલાદ, તા.03 ડિસેમ્બર 2019, મંગળવાર
પેટલાદ તાલુકાના બહુ ચચત ચાંગા ગ્રામ પંચાયતના સરપંચને આણંદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લાખો રૂપિયાની માટીની ચોરી કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. છેલ્લા છ મહિનાથી ચાંગા ગ્રામપંચાયતના વહીવટને લઈને અનેકો આક્ષેપો સાથે ગેરીરતી અને કૌભાંડને લઈને સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.
જે અંગે જાગૃત નાગરિક દ્વારા રજૂઆત બાદ લાખો રૂપિયાના બિન હિસાબી ઉપાડ.પરવાનગી સિવાય માર્ગ નિર્માણ અને ગામના તળાવમાંથી માટી કાઢીને ખાનગી કંપનીને વેચીને પંચાયતને આથક નુકશાન પોહચડી સત્તાનો દુરૂઉપયોગ કર્યા અંગે સરકારનું ધ્યાન દોરતી અરજ દાખલ કરાઈ હતી.જેમાં સરપંચની ગેરરીતિઓ સ્પષ્ટ થતા ડી.ડી.ઓ દ્વારા સરપંચને સસ્પેન્ડ કરતા પથકમાં ભારે ચર્ચાનો વિષય બનાવ પામ્યો છે.
પ્રા. પેટલાદ તાલુકાના ચાંગા ગ્રામ પંચાયતના સરપંચ શનાભાઈ ભાઈજીભાઈ સોલંકી અને તલાટી દશરથભાઈ તથા પંચાયત બોડીએ ગ્રામપંચાયતના વહીવટમાં લાખો રૂપિયાની ગેરરીતિ કરતા હોવાનું ગામના જાગૃત નાગરિક ભવિનભાઈ કાંતિભાઈ પટેલ ઉર્ફે બીટુભાઈને માહિતી દ્વારા જાણવા મળેલ જે સંદર્ભે તમામ ગેરરીતિ અને ભ્રષ્ટચારને નિર્ભય રીતે ખુલ્લો પાડવા ગુજરાત સરકારના વિવિધ વિભાગો ફરિયાદ દાખલ કરી હતી જેની યોગ્ય અને ન્યાયી તપાસ હાથ ધરતા સરપંચને પંચાયતને આથક નુકસાન પહોંચાડવામાં કુસુરવાર અને બેદરકારી દાખવવા બદલ સત્તા પરથી દૂર કરાયોનો હુકમ ડીડીઓ દ્વારા લેવાયો છે.
વર્ષ ૨૦૧૭માં ગ્રામ પંચાયતના સર્વે ન. ૧૪૮૩માં આવેલ અબરા તળાવમાંથી ઉપરી અધિકારી ની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય તથા ખાણ ખનીજ વિભાગને જાણ કર્યા વગર પંચાયતના ઠરાવ કરીને રેલ્વે કોઓર્ડર ના એમ.એમ .ગાયત્રી પ્રોજેક્ટ ને માટી વેચાણ અપાયેલ હતી.
જેનું ધારાધોરણ અને નિયમને નેવેમુકી હજારો ટન માટી નું ખનન કરીને લઈ ગયા હોવાનું ફલિત થતા ભવિનભાઈ પટેલે પંચાયતમાં રહેલ લેખિત રેકર્ડ ની માગણી કરી હતી જેમાં ખાન ખનીજ વિભાગની કોઈ પૂર્વ મંજૂરી લેવાઈ નથી તથા ઉપરી અધિકારીઓની પણ મંજૂરી મેળવી ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો હતો.અને તળાવમાંથી ફક્ત ૧૦૮૭ ડમ્પર માટી લઇ ગયાનું અને માત્ર ૫૦૦૦૦નો થર્ડ પાર્ટીનો ચેક જમા થયેલો હતો.
આ અંગે કંઈક ખોટું થયાનો આદેશો આવતા અરજદારે ભવિનભાઈએ તંત્રના લાગતા વિભાગોમાં લેખિત માં ફેરીયાદ કરી હતી..તેમાં ખાણ ખનીજ દ્વારા તળાવ નો સર્વે હાથ ધરતા ૧૪૩૦૯ મેટ્રિક ટન માટી નું ખનન કરીને ભ્રષ્ટચાર થયાનું ખુલવા પામ્યું હતું જેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા પચાયતના સરપંચ ને ૩૫,૩૦,૭૪૬ (પાંત્રીસ લાખ ત્રીસ હજાર સાતસો છેતળિયા) રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
જેમાં આણંદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સેપંચને પુરાવા રજૂ કરવા આખરી મુદ્દત અપાઈ હતીઅને તાલુકા પંચાયત પેટલાદ અને તલાટી ન સર્વે હાથ ધરીે એહવાલ રજૂ કરવા હુકમ કરાયો હતો જેમાં તાલુકા પચાયત પેટલાદ અને તલાટી રજૂ કરેલ અહેવાલમાં પણ સરપંચ કુસુરવાર ઠર્યા હોવાનું જણાયું હતું અને સરપંચ આ ફરિયાદમાં કોઈજ પુરાવા રજૂ ના કરતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને ગ્રામપંચાયતમાં ગેરરીતિ આચરી, ભ્રષ્ટચાર કરીને લાખો રૂપિયાનું આથક નુકસાન કરીને ફરજમાં બેદરકારી દાખવી તત્કાળ સસ્પેન્ડ કરીને ઉપ સરપંચને ચાર્જ સોંપતો હુકમ કરવામાં આવ્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P9a4Xc
ConversionConversion EmoticonEmoticon