વિદ્યાનગરમાં રિક્ષામાં છરીની અણીએ મુસાફરોને લૂંટતી ગેંગના બે સભ્યો ઝબ્બે


આણંદ, તા.03 ડિસેમ્બર 2019, મંગળવાર

વિદ્યાનગર પોલીસે ઓટીરીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચુકવી ચપ્પુ બતાવી દાગીના તેમજ કિંમતી સામાનની ચોરીઓ કરતી મહેમદાવાદની ગેંગના બે સાગરીતોને સોનાની ચેઈન, લક્કી તથા ઓટોરીક્ષા મળી કુલ્લે રૂા.૧,૯૦,૫૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.

છેલ્લા કેટલાક વખતથી આણંદ તથા વિદ્યાનગરમાં એકલ-દોક્કલ પેસેન્જરને રીક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી સોનાના દાગીના કાઢી ચોરી કરવાના તેમજ રોકડ રકમ અને કિંમતી સામાનની ચોરીઓના બનાવોનું પ્રમાણ વધતા અને આવા ગુનાઓ કરનાર ઈસમો વિદ્યાનગર તેમજ આણંદના જુદા-જુદા વિસ્તારોમાં  રીક્ષામાં ફરી ગુના આચરતા હોય આવી ચોરીઓના વધી ગયેલ ઉપદ્રવના પગલે વિદ્યાનગર પોલીસે ટીમ બનાવી આ ટોળકીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. વિદ્યાનગર પોલીસે જિલ્લામાં બનેલ આવા બનાવો અંગે ઝીણવટપૂર્વક તપાસ કરતા આણંદની કોઈ ગેંગ કાર્યરત હોવાનું જણાઈ આવતા તે દિશામાં તપાસ આગળ ધપાવી હતી.  દરમ્યાન સર્વેલન્સ સ્ટાફની ટીમ વિદ્યાનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ ગુપ્ત બાતમીના આધારે વિદ્યાનગર પોલીસે ઈસ્કોન મંદિર નજીક વોચ ગોઠવી હતી. 

દરમ્યાન આ માર્ગ પરથી એક સી.એન.જી. રીક્ષામાં બે ઈસમો રવિભાઈ હિંમતભાઈ કાવીઠીયા (રહે.સરદારનગર, સરકારી દવાખાના પાસે, મહેદમવાદ, મૂળ રહે. ૧૨, રાઈસ મીલ પાસે ખેતરમાં કુંજાડ, તા.દસકોઈ, જિ.અમદાવાદ) અને રવિભાઈ ઉર્ફે કાળીયો વિનુભાઈ વાઘેલા (રહે.કુંભારવાડ, રેલ્વે સ્ટેશનની બાજુમાં, મહેમદાવાદ, તા.મહેમદાવાદ, જિ.ખેડા)નાઓને ચોરી કરેલ ચાંદીની લક્કી સોનાનો ઢોળ ચઢાવેલ નંગ-૧ કિંમત રૂા.૫૦૦ની મત્તાની તથા સોનાની ચેઈન આશરે બે તોલાની કિંમત રૂા.૪૦,૦૦૦ તથા એક ચપ્પુ કિંમત રૂા.૧૦ અને સી.એન.જી. રીક્ષા કિંમત રૂા.૧,૫૦,૦૦૦ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી મુખ્ય આરોપી શૈલેષભાઈ વિનુભાઈ વાઘેલા (રહે.મહેમદાવાદ કુંભારવાડ રેલ્વે સ્ટેશન પાસે, તા.મહેમદાવાદ, જી.ખેડાને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરી છે. જો કે મુખ્ય સૂત્રધાર ઝડપાઈ ગયા બાદ અન્ય આવા કેટલાક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34Q3ICs
Previous
Next Post »