સલમાન ખાન પોતાનું ગેલેક્સી અપાર્ટમેન્ટ છોડીને નવા ઘરમાં રહેવા જશે ?


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 ઓક્ટોમ્બર 2019, શનિવાર

સલમાન ખાન જલદી જ પોતાના ઘર ગેલેક્સી અપાર્ન્ટમેન્ટ છોડીને નવા ઘરમાં રહેવા જાય તેવી અટકળો શરૂ થઇ ગઇ છે. સલમાનનું નવું ઘર બાંદરાના ચિંબઇ એરિયામાં બનવાનું છે તેવી વાત થઇ રહી છે. સલમાન ખાન તાજેતરમાં બાંદરાના ચિંબઇ એરીયામાં સાઇટ જોવા ગયો હતો. કહેવાય છે કે, સલમાન લાંબા સમયથી પોતાના માટે સ્પેશિયસ ઘરની શોધમાં છે. 

સલમાનના પિતા સલીમ ખાન અને માતા સલમાએ ૨૦૧૧માં ૪,૦૦૦ સ્કે.ફીટની પ્રોપર્ટી ખરીદી હતી. આ પ્રોપર્ટીની કિંમત ૧૪.૪ કરોડ રૂપિયા મનાઇ રહી છે. કહેવાય છે કે, સલમાનનો પરિવાર આ જમીન પર ગ્રાઉન્ડ પ્લેસ ફાઇવ સ્ટોરી બિલ્ડિંગ બનાવવા ઇચ્છી રહ્યો છે. બીએમસીને આપેલા પ્લાનના પ્રમાણએ, ગ્રાઉન્ડ ફ્લોર પર ફેમિલી રૂમ, પ્રેન્ટ્રી અને એન્ટ્ર્સ લોબી બનાવવામાં આવશે. જ્યારે ઉપરના  દરેક ફ્લોર પર બે બેડરૂમ બનશે. બિલ્ડિંગમાં બે બેસમેન્ટ પણ હશે જેમાં ૧૬ કારના પાર્કિંગની જગ્યા હશે.

સલમાન નાનપણથી જ ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહે છે, અને તેને પોતાના આ ઘરથી લગાવ પણ છે. પરંતુ હવે તે કદાચ નવા ઘરમાં રહેવા જાય તેવી શક્યતા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VCbL1U
Previous
Next Post »