અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની રૂપિયા 10.01 અબજ રૂપિયાની સંપત્તિનો અંદાજ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 ઓક્ટોમ્બર 2019, શનિવાર

૧૧મી ઓકટોબરે અમિતાભ બચ્ચનને પોતાનો ૭૭ મો જન્મદિવસ ઊજવ્યો. તેઓ વર્ષ ૧૯૬૯થી બોલવૂડમા ંએકટવિ છે અને નાના પડદે તેમજ વિજ્ઞાાપનોમાં પણ જોવા મળે છે. તેમણે પોતાની લાંબી કારકિર્દીમાં એક સફળ અને બહેતરીન અભિનેતાની છબી બનાવી છે. 

૨૦૧૫ની ફોર્બ્સની એક રિપોર્ટરના અનુસાર અમિતાભની નેટવર્થ ૩૩.૫ મિલિયન ડોલર છે. આ ઉપરાંત તેમની પત્ની જયાએ સમાજવાદી પાર્ટીથી સાંસદ જયા બચ્ચને પણ પોતાની કુલ સંપત્તિ વિશે માહિતિ આપી હતી. નામાંકન દરમિયાન જયાએ  સોગંદનામામાં  પોતાની અને અમિતાભની ૧૦.૦૧ અરબ રૂપિયાની સંપત્તિ દાખવી છે. 

આ સાથે આ યુગલ પાસે રૂપિયા ૪૬૦ કરોડની અચલ સંપત્તિ છે. જે ૨૦૧૨ની સાલની સરખામણીમાં રૂપિયા ૧૫૨ કરોડ એટલે બમણા કરતાં પણ વધુ છે. આ જ રીતે ચલ સંપત્તિનું મૂલ્ય ૨૦૧૨માં લગભગ રૂપિયા ૩૪૩ કરોડ હતું જે હવે વધીને રૂપિયા ૫૪૦ કરોડ થઇ ગયું છે. 

ઉલ્લેખનીય છે કે, અમિતાભ દક્ષિણની ફિલ્મોમાં પણ કામ કરે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32hvTcw
Previous
Next Post »