કાંસના નાળા જર્જરિત હોવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં પરિણામ શૂન્ય


આણંદ, તા.12 ઓક્ટોમ્બર 2019, શનિવાર

વસો તાલુકાના રૂણ ગામમાં વર્ષો પહેલાં કાંસ બનાવવામાં આવેલ હતા તે સમયે કાંસના નાળા બનાવવામાં આવેલા હતા તે અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં થઈ ગયા છે તેમજ નાળામાં માટી પુરાઈ જવાથી પાણીની વહનશક્તિ ઘટી ગઈ છે જેને લઈને સીમ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે પરિણામે ડાંગરના પાકને ઘણું નુકસાન થાય છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએ સ્થાનિક ખેડૂતોએ અવારનવાર રજૂઆત કરી પરંતુ પરિણામ શૂન્ય આવતાં ગામના આગેવાનો અને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠે છે.

વસો તાલુકાના રૂણ ગામ બે હજાર વસ્તી ધરાવે છે આ ગામના લોકો ખેતી ઉપર ગુજરાન ચલાવે છે. આગામમાં વર્ષો પહેલા કાંસ બનાવવામાં આવેલ હતા તે સમયે કાંસના નાળા બનાવવામાં વેલ હતા જે અત્યંત જર્જરિત અને જોખમી થઈ ગયા છે. તેમજ આ નાળામાં માટી પુરાઈ જવાથી પાણીની વહનશક્તિ ઘટી ગઈ છે પરિણામે ગામની સીમ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે જેને લઈને ડાંગરના પાકને નુકસાન થાય છે આ તુટી ગયેલા નાળાને કારણે ભવિષ્યમાં ગંભીર અકસ્માત થવાની શક્યતા રહેલી છે. 

આ નાળું તૂટી ગયેલું હોવાથી ખેડૂતોનું ટ્રેક્ટર કે અન્ય વસ્તુ લાવવા લઈ જવામાં ઘણી મુશ્કેલી ઉદ્ભવે છે માટે આ કાંસના નાળાની સફાઈ કરવા અને તેને મેઇન્ટેઇન કરવા માટે અંગે ગામના સરપંચ દ્વારા કલેક્ટર કચેરી સેવા સદન તથા સેવા સેતુ કાર્યક્રમ તથા જિલ્લા સંકલન સમિતિમાં વારંવાર રજૂઆત કરી પરંતુ કાંસ વિભાગ દ્વારા કોઈ પગલા ન લેવામાં આવતા અહીંના સ્થાનિક ખેડૂતોનો તંત્ર પ્રત્યે તેમનો ગુસ્સો ભભૂકી ઉઠયો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31c55c9
Previous
Next Post »