આણંદ, તા.12 ઓક્ટોમ્બર 2019, શનિવાર
આણંદ નજીક નાપાડ તળપદ ખાતે યોજવામાં આવેલ ગ્રામસભામાં કેટલાક પ્રશ્નો અંગે બોલચાલ થયા બાદ જાતિવાચક શબ્દો સાથે માર મારી અપમાન કરવા બાબતે આણંદ રૂરલ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નજીક આવેલ નાપાડ તળપદ ખાતે ગ્રામપંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન ગ્રામસભાનું લાઈવ રેકોર્ડીંગ કરવા સહિત અન્ય પ્રશ્નો મામલે સરપંચના પતિ સાથે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી જતા આ અંગે આણંદ રૂરલ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં કશ્યપભાઈ ગોરધનભાઈ પટેલ દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ગતરોજ દરમ્યાન નાપાડ તળપદ ખાતે ગ્રામસભા યોજાઈ હતી. તે દરમ્યાન તેઓ મોબાઈલ દ્વારા ગ્રામસભાનું રેકોર્ડીંગ કરી ફેસબુક ઉપર લાઈવ પ્રસારણ કરી રહ્યા હતા ત્યારે સરપંચના પતિ જશભાઈ કાળીદાસ મકવાણાએ તથા તેમના પુત્રો નિરજ, ભુમેશ, નંદો ઉર્ફે નરેન્દ્ર, કાયો ઉર્ફે અરવિંદભાઈ મકવાણા દ્વારા રેકોર્ડીંગ બંધ કરવાનું જણાવી ગમે તેવી ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે આ મામલે સામા પક્ષે પણ ખુદ સરપંચ લલીતાબેન દ્વારા ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગતરોજ નાપાડ તળપદ ખાતે યોજાયેલ ગ્રામસભામાં સરપંચેની કાર્યવાહીમાં ખલેલ પાડતા અંકુર મનુભાઈ પટેલ, રમેશ ડાહ્યાભાઈ પરમાર, કશ્યપ ગોરધનભાઈ પટેલ, અંકિત સુથાર, નયન ભગુભાઈ પટેલ દ્વારા ગ્રામસભાનું લાઈવ રેકોર્ડીંગ કરીને ખોટા પ્રશ્નો ઉભા કરી તેમના પુત્રને ગડદાપાટુનો માર માર્યો હતો તથા નરેન્દ્રભાઈ વચ્ચે છોડાવવા પડતા તેમને પણ માર માર્યો હતો તથા જાતિવાચક શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32ceiTd
ConversionConversion EmoticonEmoticon