ખેડા જિલ્લામાં ત્રણ સ્થળે અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત


નડિયાદ, તા.12 ઓક્ટોમ્બર 2019, શનિવાર

ખેડા જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાઓ પર અકસ્માતો સર્જાયા હતા.જેમાં પહેલો બનાવ સેવાલિયા-બાલાસિનોર સિમેન્ટ પાઇપ ફેકટરી પાસે,બીજો  બનાવ મહેમદાવાદ તાલુકાના દાજીપુરા પાટીયા પાસે,ત્રીજો બનાવકઠલાલના ગંગાપુરા ગામે સર્જાયા હતા.

સેવાલીયા-બાલાસિનોર રોડ પર આવેલ સિમેન્ટ ફેકટરી પાસે અકસ્માત સર્જાયો હતો.જેમાં વિક્રમભાઇ ઝાલા સેવાલીયાથી સી.એન.જી રીક્ષામાં બેસી ફાગવેલ દતા હતા.તે દરમિયાન રસ્તામાં અચાનક ગાય આવી જતા જયંતીભાઇ પાટણવાડીયા રીક્ષા ચાલકે રીક્ષાને બ્રેક મારી હતી.જેથી રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી.આ બનાવમાં વિક્રમભાઇ, ગોવિંદભાઇ અને સોમાભાઇને ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે  વિક્રમભાઇ તીતાભાઇ ઝાલા રહે,ખાંટના મુવાડા તાબે ફાગવેલે  સેવાલીયા પોલીસ મથકે રીક્ષા ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. 

બીજો અકસ્માતનો બનાવ  મહેમદાવાદ તાલુકાના દાજીપુરા પાટીયા પાસે મોદજ ગામ નજીક થયો પંકજકુમાર ચૌહાણના કાકા અજીતસિંહ  ચૌહાણ સાઇકલ લઇને ઉભા હતા.તે સમયે એક ગાડીના ચાલકે અજીતસિંહને ટક્કર મારી હતી.જેથી અજીતસિંહને શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે  પંકજકુમાર બાલાભાઇ ચૌહાણ રહે,સોનપુરા તા.મહેમદાવાદે મહેમદાવાદ પોલીસ મથકે ગાડી ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ત્રીજો અકસ્માતનો બનાવ કઠલાલના ગંગાપુરા ગામે અકસ્માત સર્જાયો હતો.જેમાં શંકરભાઇનો ભત્રીજો રમેશભાઇ શંકરભાઇનુ ટ્રેકટરને ઘર આગળ રિવર્સ લઇ દાંતી જોડતા હતા.તે સમયે શંકરભાઇનો પુત્ર દિનેશ દાંતી જોડવામાં મદદ કરતો હતો.તે સમયે રમેશભાઇએ બેદરકારી પૂર્વક રિવર્સ લેતા ટ્રેકટરનુ પાછળનુ ટાયર શંકરભાઇના પુત્ર દિનેશની દાતી પર ચઢી જતા બેભાન થઇ ગયો હતો.

તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ બનાવ અંગે શંકરભાઇ પૂજાભાઇ પરમાર રહે,ડેરીવાળુ ફળિયુ,ગંગાપુરાએ  કઠલાલ પોલીસ મથકે રમેશભાઇ ગોતાભાઇ પરમાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે સેવાલિયા મહેમદાવાદ અને કઠલાલ પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32aUU9d
Previous
Next Post »