ક્લિનિકલ જજમેન્ટ કે ક્લિનિકલ ડાયાગ્નોસિસ નકામું થઈ જશે!


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- 'યુઝ ઈટ ઓર લુઝ ઈટ'ના ન્યાયે, ઘણા ડૉકટરો ક્લિનિકલ એક્યુરસી પણ ગુમાવી રહ્યા છે અને વધુ પડતા તપાસો પર અવલંબિત થઈ રહ્યા છે

ગ ત સપ્તાહે આ કોલમમાં મેં લખ્યું હતું કે મારી દ્રષ્ટિએ છેલ્લા દસકામાં દર્દીઓનો વિશ્વાસ અને તબીબોનો હીલિંગ પાવર ક્રમશ: ઘટી રહ્યો છે. ઘણા પ્રતિભાવો મળ્યા કારણ કે વિષય જટિલ અને ચર્ચાસ્પદ હતો. આ પ્રતિભાવોનો સાર એ હતો કે વાત વર્ષો પહેલા હતી એવી સરળ નથી રહી. સાચું, વર્ષો પહેલા વાત સરળ હતી, તબીબે પોતાનું જ્ઞાન, આવડત અને અનુભવને કામે લગાડીને શક્ય તેટલી અસરકારક સારવાર કરવાની હતી, અને બીજી બાજુ, દર્દીએ તબીબને પોતાનો સાચો મદદગાર સમજીને સારવારમાં વિશ્વાસ રાખવાનો હતો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/E4eVglZ
Previous
Next Post »