દીપિકા પદુકોણ : ક્ષિતિજને પેલે પાર નજર ઠેરવી


ઘ ણાં લાંબા સમય પછી દીપિકા પદુકોણ શહેરમાં શુટિંગ કરતા નજરે પડી કેમ કે ઘણાં સમયથી તે અનેકવિધ વિવાદ અને ચર્ચામાં ફસાયેલી હતી એમાંય છેલ્લે સુશાંત સિંહ રાજપૂતના મોત પછી મુંબઇમાં શરૂ થયેલી ડ્રગ્સ-કેસની તપાસમાં તેને બોલાવવામાં આવી હતી. આથી દેખિતી રીતે જ તેને નિરાશા અને બદનામી  ઘેરી વળ્યાં હતા. જોકે હવે દીપિકા પદુકોણ બધી જ મુશ્કેલીઓ અને મૂંઝવણમાંથી બહાર આવી ગઇ છે અને સકુન બત્રાની આગામી શિર્ષક વિનાની ફિલ્મનું શુટિંગ દીપિકાએ શરૂ કર્યું છે.

આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે મહામારીમાં પણ દીપિકાએ ફિલ્મોનું કામ તો કર્યું જ હતું. આ માટે તેણે કોઇ  ફરિયાદ પણ કરી નથી. દીપિકા તો ખુશાખુશાલ  ચહેરે કહે છે કે 'સેટ પર આવા ફરતા મને ખરેખર ખુબ આનંદ થયો અને શ્રેષ્ઠ ફિલ્મ થયું. આટલું જ નહીં, કેમેરા સામે પરફોર્મ કરતા મને ખૂબ ગમ્યું.'

જોકે અત્યારે તો દીપિકા પદુકોણ બત્રાની ફિલ્મનું શુટિંગ અને શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ 'પઠાણ'નાં શુટિંગમાં ઘણી વ્યસ્ત રહે છે. આ ઉપરાંત તે અન્ય કેટલીય જેનરવી ફિલ્મો પણ કરી રહી છે, જે સંબંધો આધારિત ડ્રામાં, સ્પાઇ થ્રિલર, સાયન્સ-ફિક્શન સ્પેકટેકલ્સ, કોમેડી-ડ્રામાં અને પૌરાણિક ફિલ્મો છે. દીપિકા દિગ્દર્શક નાગ અશ્વિની આગામી ફિલ્મ (સહકલાકાર પ્રભાસ) પણ કરી રહી છે આ ફિલ્મમાં તે દ્રોપદીની ભૂમિકા ભજવે છે.

'આ પોઇન્ટ સાથે મારી ઘણીબધી ફિલ્મો કતારમાં છે આથી દેખિતી રીતે જ હોરીઝોન (ક્ષિતિજ) પર કોઇ તિરાડ તો નથી જ (હસે છે) મારી બધી જ ફિલ્મો અત્યારે બંધ પડી છે અને તેના અંગે નિર્ણય લેવાવાનો પણ બાકી છે, પણ હું તેમના અંગે અત્યારે કશું જ જણાવી શકું એમ નથી,' એમ દીપિકાએ જણાવ્યું. દીપિકા અને શાહરૂખ ખાન છેક ૧૩ વર્ષે ફરીવાર સાથે કામ કરી રહ્યા છે. 'પઠાણ'માં.

સામાન્ય રીતે, દીપિકા દર વર્ષે નવા પ્રોજેક્ટ સાથે કામ સરૂ કરતી હોય છે અને નવા વર્ષે ૨૦૨૧ માટે તેણે જવો પ્રોજેકટ નક્કી રાખ્યો છે 'ગયા વર્ષે શરૂઆતમાં મેં નાગ અશ્ચિન સાથે મારી ફિલ્મ  શરૂ કરી હતી. દરેક વ્યક્તિ જાણે જ છે કે અત્યારે હું શકુનની આગામી ફિલ્મ સાથે બિઝી છું. આ પછી અન્ય ફિલ્મ કતારમાં જ છે. જેની જાહેરાત થોડા દિવસોમાં જ થશે. આથી, હું સતત કામમાં વ્યસ્ત જ રહેવાની છું અને એકેય શ્વાસને ઢીલો મુક્યા સિવાય,' એમ તેણે જણાવ્યું હતું.

આમ, અત્યારે તો તે ફિલ્મના સેટ પર પહોંચ્યાનો આનંદ માણે છે અને શકુન જેવા દિગ્દર્શક સાથે કામ કરવું ફન્ટાસ્ટિક છે જે રીતે  દિગ્દર્શક કલાકારો પાસેથી કામ કઢાવે  છે એ તેમની પ્રક્રિયા ઉત્તમ છે અને એ દ્વારા તેઓ કલાકારો પાસેથી સારામાં સારું કામ મેળવી શકે છે આથી, પ્રામાણિકતાથી કહું તો આ માટે આનાથી વધુ હું કહી શકું એમ નથી, એમ કહી દીપિકાએ સમાપન કર્યું હતું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37vcEB7
Previous
Next Post »