અહંકારરૂપી વાદળ જ્ઞાન, વિનય અને વિવેકના સૂર્યને અવરોધે છે


- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

લંકાપતિ રાવણે માતા સીતાજીનું અપહરણ કર્યું. રામ, લક્ષ્મણ, હનુમાન, વિશાળ વાનરસેના અને વિભીષણ સહિત શ્રીરામે લંકા પર આક્રમણ કર્યું અને રાવણને પરાજિત કરી શ્રીરામે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો. વિજયપ્રાપ્તિ પછી શ્રીરામે, લક્ષ્મણને કહ્યું કે, 'ભાઈ, રાવણને આપણે હરાવ્યો, એનાં અધર્મ કાર્યો દ્વારા એણે ધર્મ પર અતિક્રમણ કર્યું, અધર્મને પરાસ્ત કરી ધર્મધ્વજ ફરકાવવા આપણે રાવણને ઘોર પરાજય આપ્યો, છતાંય રાવણ પ્રત્યે, એ વ્યક્તિ પ્રત્યે આપણને લગીરે દ્વેષભાવ નથી. દુ:ખ તો તેણે આચરેલ અધર્મ કાર્યો પર છે. દેખીતી રીતે ગુણહીન વ્યક્તિઓમાં માત્ર એની ખામી, ક્ષતિઓ જ દૃષ્ટિગોચર થતી હોય છે; પણ એ ખામીઓની સામે એના જીવનમાં કેટલીક પ્રછન્ન ખૂબીઓ પડેલી હોય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7pQezUo
Previous
Next Post »