સમૃદ્ધ દેશોની તુલનાએ હવે અબજો ડોલરની કંપનીઓનું પ્રભુત્વ વધ્યું


- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- ઔદ્યોગિક ક્રાંતિનો ચોથો તબક્કો AI થકી ઝડપથી આગળ વધશે

સામ્યવાદી અર્થકારણ અને રાજકારણ જે રીતે વ્યવહારમાં મુકાયા તેનાથી જગતભરમાં સામ્યવાદ એક આર્થિક અને રાજકીય વિચારસરણી તરીકે તદ્દન 'ડીસક્રેડીટ' થઇ ગયો છે. સામ્યવાદી ચિંતકો સમગ્ર જગતમાં ચાલી રહેલા અર્થકારણને 'ન્યુ ઇમ્પીરીયાલીઝમ' એટલે કે નવા શાહીવાદ તરીકે ઓળખાવે છે. ૧૯૮૩માં ફીલોસોફર જીઓવાની એરીધીએ 'ધ જોમેટ્રી ઓફ ઇમ્પીરીયાલીઝમ' નામનું પુસ્તક પ્રકાશીત કર્યંમ અને તેમા જણાવ્યું કે જગતમા ન્યુ ઇમ્પીરીયાલીઝમ એટલે કે નવસામ્રાજ્યવાદ પ્રસરી રહ્યો છે તે વાત સાચી નથી. શાહીવાદ અત્યારના જગત માટે પ્રસ્તુત નથી. વીસમી સદીમા એક સૌથી મોટો ક્રાંતિકારી બનાવ બન્યો તેને આપણે 'ડીકોલોનાઇઝેશન' કહીએ છીએ. તે કારણે કેટલાય ગુલામ દેશો બ્રીટન, હોલેંડ ફ્રાંસ, જર્મની, પોર્ટુગલ અને સ્પેનની ચુંગાલમાંથી છૂટયા અને સ્વતત્ર રાષ્ટ્રો બની ગયા. ૧૯૪૭મા ભારતને આઝાદી મળી પછી તો એશિયા આફ્રિકાના અનેક દેશો આઝાદ બન્યા દા.ત. ફ્રાન્સની ચુંગાલમાંથી અલ્જીરીયા છુટુ થયુ. ટૂંકમાં વીસમી સદીના કુલ પાંચ સૌથી મહત્વના બનાવોના પ્રથમ અને બીજું વિશ્વ યુદ્ધ, ૧૯૧૭ની રશિયન ક્રાંતિ (ઓક્ટોબર રીવોલ્યુશન) જગતનું ડીકોલોનાઇઝેશન, સોવિયેટ રશિયાનું વિઘટન અને ડીજીટલ યુગે કરેલુ વૈશ્વીકીકરણ (ગ્લોબલાઇઝેશન) ગણી શકાય.

૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધ બાદ જગતના ચિંતકોમા વૈશ્વીક અર્થકારણ માટેની ચર્ચામા મુખ્ય મુદ્દો કેન્દ્ર અને પરીધી (સેંટર એન્ડ પેરીફરી)ના દેશો વચ્ચેના સંબંધોનો હતો. કેન્દ્રના દેશો (અમેરિકા અને યુરોપ) તેની પરીધ (પેરીફરી) પર રહેલા આફ્રીકા અને એશિયન દેશોનું શોષણ કઇ રીતે કરે છે તેની અપાર ચર્ચા થતી. સામ્યવાદી ચિંતકો દરેક આર્થિક કે રાજકીય રીતે ગંભીર પ્રશ્નોનો જવાબ એમ કહેતા કે આ તો આંતરિક વિરોધાભાસો (ઇર્ન્ટનલ કોન્ટ્રાડીકશન્સ) ને કારણે એન નવા શાહીવાદને કારણે ગરીબ દેશોનું અને ધનિક દેશોમા બાકી રહી ગયેલી ગરીબ પ્રજાનું શોષણ થાય છે. પરંતુ હવે કેન્દ્રીય દેશો અને પરીધ પરના દેશો વચ્ચેના આંતરવિરોધો શમી ગયા છે. અત્યાર સુધી પરીધ પર રહેલુ ચીન જીડીપીની દ્રષ્ટિએ બીજા ક્રમનું રાજ્ય બની ગયું છે. પરિધ પર રહેલું ભારત ૭ ટકા કે તેથી વધારાનાં આર્થિક વૃદ્ધિ દરે પ્રગતિ કરી રહ્યું છે. વૈશ્વીકરણે જગતને સાંકળી લીધુ છે અને હવે મોટા સમૃદ્ધ દેશોના પ્રભુત્વ કરતા અબજો ડોલર્સનું ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ જગત પર રાજ કરે છે. પેટા કે ગુગલ જેવી કંપનીઓનુ કુલ વેચાણ જગતના અમુક નાના દેશોની જીડીપી કરતા પણ વધારે છે. હવે અર્થકારણના સેંટર અને પેરીફરી પરના દેશોની ચર્ચા થતી નથી કારણ કે જગતની અનેક કંપનીઓનું ઉત્પાદન જગતના જુદા જુદા દેશોમા થાય છે અને જગતની મોટી કંપનીઓ 'વેલ્યુ ચેઇન'ના આધારે પ્રોડકશન નેટવર્કમા જોડાઈ ગઇ છે. ટૂંકમા માર્ક્સવાદના ચિંતકો હજી વૈશ્વીક શાહીવાદી અર્થકારણની વાત કરે છે તેનો અંત આવી ગયો છે. ૧૯૪૭મા જ્યારે ભારત આઝાદ થયુ ત્યારે કોઇને પણ કલ્પના હતી કે તે વખતે ભારતથી પણ ગરીબ ચીન પરિધિથી છલ્લાંગ લગાવીને કેન્દ્રમાં (પેરીફરી ટુ સેંટર) જશે અને જીડીપીની બાબતમા જગતમા બીજા ક્રમનું સ્થાન પ્રાપ્ત કરશે. બીજા વિશ્વયુદ્ધ બાદ યુરોપના દેશોને હઠાવીને અમેરિકાએ વિશ્વમા સૌથી વધુ સમૃદ્ધ દેશ બનીને તેની બહુરાષ્ટ્રીય કંપનીઓને ઉત્તેજન આપીને લેબર વેલ્યુ ચેઇન્સ ઊભી કરીને જગતના ગરીબ દેશોના શ્રમિકોની હાસ્યાસ્પદ રીતે નીચા મજૂરી દરનો લાભ લીધો છે. ટૂંકમા હવે લેનીનનં  ઇમ્પીરીયાલીઝમ ધ હાઈએસ્ટ સ્ટેજ ઓફ કેપીટાલીઝમનું પુસ્તક આઉટડેટેડ થઇ ગયુ છે. સેન્ટર પેરીફેરીની ચર્ચા હવે ચોથી ઔદ્યોગીક ક્રાંતિ (રોબોટીક્સ)ના સમયમા ચાલે તેમ નથી. પ્રથમ ઔદ્યોગીક ક્રાંતિ વરાળથી ચાલતા યંત્રો દ્વારા, બીજી ઔદ્યોગીક ક્રાંતિ વીજળી સંચાલિત યંત્રો દ્વારા, ત્રીજી ઔદ્યોગીક ક્રાંતિ કોમ્પ્યુટર્સ અને ડીજીટલ સંચાલિત યંત્રો દ્વારા અને હવે ચોથી ઔદ્યોગીક ક્રાંતિ એ.આઈ. દ્વારા સંચાલિત ધંધા ઉદ્યોગથી શરૂ થઇ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sjvUu40
Previous
Next Post »