કેટરિના કૈફને ડાયાબીટિસ હોવાની અટકળોથી ચાહકોને ચિંતા


- પ્રેગનન્સીની અફવા બાદ હવે નવી અટકળો

- હાથમાં ડં બ્લેક પેચીસ સાથે દેખાઈ, માત્ર ફિટનેસ ટ્રેક કરવા માટે હોવાનો કેટરિનાની ટીમનો દાવો

મુંબઈ: કેટરિના કૈફ તાજેતરમાં હાથમાં સુગર ટ્રેક કરવાના બ્લેક પેચીસ સાથે દેખાઈ હતી. તે પરથી તેને ડાયાબીટિસ છે કે શું તેવી ચિંતા ચાહકોમાં પ્રસરી છે. 

જોકે, કેટરીનાની ટીમના દાવા અનુસાર આ પેચીસ માત્ર ફિટનેસ મોનિટર કરવા માટે છે. તેના  દ્વારા સુગર જ નહીં પરંતુ હાર્ટ રેટ, કેલેરી કાઉન્ટ, સ્લીપ પેટર્ન સહિતની બાબતો ટ્રેક કરી શકાય છે. 

કેટરિના પાસે હાલ કોઈ ફિલ્મ નથી. તે જાહેરમાં પણ ભાગ્યે જ દેખાય છે. તાજેતરમાં તે એક ઈવેન્ટમાં ભાગ લેવા જવા માટે  મુંબઈના પ્રાઈવેટ પ્લેન્સ માટેનાં કાલિના એરપોર્ટ પર દેખાઈ હતી. સાડીમાં સજ્જ થયેલી કેટરિનાના હાથમાં પેચીસ બાંધેલા જોવા મળ્યા હતા. તેના કારણે ચાહકો  તેની હેલ્થ વિશે  ચિંતાતુર બન્યા હતા. 

કેટરીના  પ્રેગનન્ટ હોવાની અટકળો પણ સમયાંતરે પ્રસરતી રહે છે. તેની ડ્રેસિંગ સ્ટાઈલ પરથી લોકો અટકળો કરતા રહે છે. જોકે,  આ અટકળો ખોટી જ પડી છે.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JkMl1wt
Previous
Next Post »