- થોડામાં ઘણું-દિલીપ શાહ
- ચૂંટણીમાં ઉમેદવારોને મની મસલ પાવરની અગવડો છાપે ચડેલી છે. વૃધ્ધાશ્રમની વધતી સંખ્યાઓ આપણી નકારાત્મક વલણની ચાડી ખાતી અગવડતા!
ઍ રકન્ડીશન્ડ કેબીન, ગરમાગરમ આદુ મસાલાવાળી ચાની ચૂસકી સાથે અગવડતાના 'અ'ને આજે ઘૂંટવાનો હોઈ કલમને પરસેવો થાય એ સ્વાભાવિક છે. 'મધ્યમવર્ગની અગવડતાઓની' વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવ્યાનો ઉમળકો કોરા કાગળ પર શબ્દોનો જથ્થાબંધ પુરવઠો પૂરો પાડવા એક્સીલેટર બની ગયો.
શારીરિક અગવડો... સગવડોથી જીવતા નમૂનાઓ માટે પેલા ગુ.સા.અ. જેવી છે. બી.પી., ડાયાબીટીઝ, માયગ્રેન, કમરનું બેકપેઇન, ઓવરવેઇટ... પાનના ગલ્લે, કીટી પાર્ટી, કેન્ટીન મંદિર ઓટલે કે બગીચે બાંકડેનાં મેઇન એજન્ડા હોય છે. મોતિયાની અગવડતાવાળા પણ ગોગલ્સ પહેરી રડારમાં આઁખમિચૌલી રમી લે છે. થોડું ચાલતા ય હાંફી જતા સીનીયર સીટીજનો પણ બગીચામાં મોર્નિંગ રાઉન્ડમાં મનગમતા પાત્રો જોડે બે-ત્રણ રાઉન્ડ પણ ગ્રાઉન્ડ પર ડોલર પાઉન્ડની ચર્ચા કરતા મારી લે.. અગવડની ઐસી તૈસી...
આર્થિક અગવડો તો દેશનાં અર્થતંત્રને ધબકતું રાખે છે. ફૂગાવો, મોંઘવારી, ભાવવધારો, ધરણા, આંદોલનો... શેના ? યસ, આર્થિક અગવડોની સાઇડ ઇફેક્ટસ લોન, ઉધાર, વ્યાજ, ખંડણી... આર્થિક અગવડોને પોષતી રહે છે. છતાંય સારા ઘરની કે મધ્યમવર્ગની યા ઝૂંપડપટ્ટીની ગૃહિણીઓ આર્થિક અગવડો સામે લડી.. વિજયી થવાની રામબાણ જડીબૂટ્ટી ધરાવે છે.
સામાજિક અગવડો ખાસ ઉજવાતા પ્રસંગોમાં 'લાઈવ' થઈ જાય છે - મોઢું ફૂલાવી ફરતાં ફૂઆ, ફૈબાનાં વાંધા વચકા, જેઠાણીનો તોબરો... નણંદના મ્હેણાં લગ્ન પ્રસંગમાં વીડીયોમાં ચાડી ખાતા હોય છે (રીવાઈન્ડ કરી ચેક કરી લો.)
ટ્રેન મુસાફરીની અગવડો વિશે ભદ્રંભદ્રને ઇનવાઇટ કરવા પડે. ધર્મસ્થાનોની ગીરદી, ગંદકી અને ધર્મશાળાનો મુકામ યાદ આવ્યો ? પરીક્ષા ભવનના સતત ડાફોરિયા, કડક સુપર વીઝન... યાર, અગવડ જ ને ? આજકાલ સી.સી.ટી.વી. પણ ગુપ્ત પરાક્રમો માટે અગવડોમાં મહાવિલન નથી લાગતા ?
ચૂંટણીમાં ઉમેદવારોને મની મસલ પાવરની અગવડો છાપે ચડેલી છે. વૃધ્ધાશ્રમની વધતી સંખ્યાઓ આપણી નકારાત્મક વલણની ચાડી ખાતી અગવડતા ! કવિતા.. ગઝલ લખતા શબ્દ સારથીઓને પ્રાસના ત્રાસની અગવડતા... મુક્ત મને લેખ લખવો હોય પણ શબ્દમર્યાદાની અગવડતા એવું લખાય ?
મરી મસાલા
સગવડતા શોધતા શોધતા અગવડતાનાં બંપ બહુ નડે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nmL2DoA
ConversionConversion EmoticonEmoticon