- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
- ભારતના કુલ વર્કફોર્સનાં ૪૫થી ૫૦ ટકા લોકો ખેતી અને પશુપાલનના ક્ષેત્રમા રોકાયેલા છે
સોવિયેટ રશિયા અને ચીનના અર્થકારણો અને અમેરિકાના કોર્પોરેટ કેપીટાલીઝમ સામે વિરોધના સૂર ઊભરી રહ્યા છે. સોવિયેટ રશિયા અને ચીનના અર્થકારણો હજી માથાદીઠ આવક ૧૪,૦૦૦ ડોલર્સ સુધી પણ પહોંચાડી શક્યા નથી. ભારત ભલે અર્થકારણની દ્રષ્ટિએ પાંચમું સ્થાન ધરાવતું હોય પરંતુ અમેરિકાની માથાદીઠ સરાસરી આવક ૮૦,૦૦૦ ડોલર્સ પર પહોંચી ગઈ છે જ્યારે ભારતની માથાદીઠ આવક ૨૫૦૦ ડોલર્સથી પણ ઓછી છે તેમ છતા ભારતની સરકાર એમ દાવો કરે છે કે ૨૦૪૩મા જીડીપીની દ્રષ્ટિએ ભારત અમેરીકા અને ચીન પછી ત્રીજા નંબરનું રાષ્ટ્ર હશે.
ભારતમાં બહુઆયામી ગરીબી વ્યાપક પ્રમાણમાં છે તેનું મુખ્ય કારણ એ છે કે ભારતના કુલ વર્કફોર્સનાં ૪૫થી ૫૦ ટકા (આ ટકાવારી વર્ષોવર્ષ બદલાયા કરે છે. સારા કે ખરાબ ચોમાસા કે હવામાનને કારણે) લોકો ખેતી અને પશુપાલનના ક્ષેત્રમા રોકાયેલા છે અને ભારતમા ખેતીવાડીની ઉત્પાદકતા ચીનની ખેતીવાડીની ઉત્પાદકતા લગભગ અડધી જ છે.
હવેના જગતમા સમૃદ્ધિનો પાયો ખેતીવાડી નથી કે મેન્યુફેકચરીંગ પણ નથી પરંતુ સર્વીસ સેક્ટર (બેકીંગ, ઇન્સ્યુરન્સ, ટ્રાવેલ, એઆઈ, ફાયનાન્સ, ટ્રાન્સપોર્ટેશન, શિક્ષણ અને સ્વાસ્થ્ય વગેરે)ના વિવિધ ક્ષેત્રોમાં છે જે માટે દેશના લોકોએ ઉચ્ચ શિક્ષણ લેવું પડે છે. ૨૦૧૧ના વસતીના ૬૬ કે ૬૭ ટકા (બે તૃતીયાંશ) લોકો તેના ગામડાઓમા રહે છે અને ભારતના ગામડાઓમાં વીજળી, ગેસ, નળવાટે પાણીની સગવડો આવી ગઈ છે. પરંતુ ગામડાઓને જોડતા રસ્તાઓ હજી ઉબડખાબડ છે તેમજ ગામડાઓની પ્રાથમિક શાળાઓ શીક્ષણ આપવાની દ્રષ્ટિએ હજી પ્રાથમિક અવસ્થામા છે.
પ્રાથમિક શાળા સુપેરે ચાલે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો તેના નિરીક્ષણ માટે 'મોસાદ'ની રચના કરે તો જ બાળકો શાળામાંથી અધવચ્ચે ઉઠી ના જાય. દરેક મોટા અને સફળ કોર્પોરેટ હાઉસને ફરજ પડાય કે તેમણે ઓછામાં ઓછી એક સર્વશ્રેષ્ઠ પ્રાથમિક શાળાને ઉભી કરવી અને તેને હેરો અને કેમ્બ્રીજની શાળાની કક્ષામાં લાવીને મુકવી.
મૂડીવાદી અર્થકારણ પ્રાથમિક શીક્ષણમા રોકાણ કરવામા માનતુ નથી કારણ કે તે પ્રવૃત્તી નફાકારક નથી. મૂડીવાદી અર્થકારણ અમેરીકામા પણ વિરોધ ઉભરતો જાય છે. જોસફ સ્ટીગલીઝ નામના અમેરીકાના નોબલ પ્રાઇઝ વિજેતાએ અમેરીકન અર્થકારણ માટે ધ ગ્રેટ ડીવાઇડ નામાભીધાન કર્યું છે અને તેમનું ૨૦૧૫મા લખાયેલુ ઉપરના મથાળા હેઠળનું પુસ્તક અમેરીકાના 'ધ ગ્રેટ ડીવાઇડ' એટલે કે ભાગલાકારી (આવક અને સંપતીની અસમાનતા) અર્થકારણની સખત ટીકા કરે છે. અમેરીકામા કોર્પોરેટ ક્ષેત્ર રાજ કરે છે અને અમેરીકાના ત્રણ સૌથી મોટી કંપનીઓનું રેવન્યુ ભારતની સમગ્ર જીડીપીથી વધારે છે. આ સમગ્ર પુસ્તક અમેરીકામા આવક અને સંપત્તીની વધતી જતી અસમાનતાની ચર્ચા કરે છે. તેઓ જણાવે છે કે અમેરિકામા રાજકારણ અને અર્થકારણ વચ્ચેનો ઝેરીલો અને અપ્રમાણિક સંબંધ છે. અમેરિકાએ ૨૦૦૮ના 'ધ ગ્રેટરીસેશન'ના નામે ઓળખાતી ફાયનાન્સીયલ કટોકટી ઉભી કરીને જગતના અનેક અર્થકારણોને મોટુ નુકસાન કર્યું પરંતુ આ ફાયનાન્સીયલ ક્રાઇસીસ કરનારી બેંકો અને કંપનીઓને ઘીકેળા થયા. જગતમા આર્થિક અસમાનતા લાવવામા સામ્યવાદ, સમાજવાદ લોહિયાવાદ, ભુદાનવાદીઓ, મૂડીવાદ, નીઓલીબરાલીઝમ, ટ્રોસ્કાઇસ્ટો, અને ધર્મનિષ્ઠ ચિંતકો (ગુજરાતી સાહિત્યમા ધર્મનિષ્ઠ ચિંતકો હકડેઠઠ છે) તદ્દન નિષ્ફળ નીવડયા છે. મૂડીવાદ બીજા વિશ્વયુદ્ધ બાદ ધીમે ધીમે વેલફેર સ્ટેટસમા ફેરવાઈ રહ્યો છે. પરંતુ કલ્યાણ રાજ્યોમાં પણ આર્થિક અસમાનતા ભરપૂર છે. જગત હવે જમણેરી વિચારસરણી અને ભારત અતિ જમણેરી વિચારસરણીમા ફસાઈ ગયું છે તે ચિંતાનો વિષય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/h6qHXjx
ConversionConversion EmoticonEmoticon